Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

આગામી 3 મહિનામાં અમેરિકામાં ઘરવિહોણા લોકોની સંખ્યા 28 મિલિયનને આંબી જશે : કોવિદ -19 ની પશ્ચાદ અસરો દેખાવાનું શરૂ : અશ્વેત અને લેટીનો વધુ ભોગ બન્યા હોવાનો અહેવાલ

વોશિંગટન : કોવિદ -19 ને કારણે સંક્રમિત લોકોની સંખ્યા અને મોતને ભેટેલા લોકોની સંખ્યાએ અમેરિકામાં હાહાકાર મચાવી દીધો છે.તેવા સંજોગોમાં નોકરી ધંધા  ગુમાવી દેનારા અને ઘરભાડું પણ નહીં ભરી શકનારા લોકોની સમસ્યા મોં ફાડીને ઉભી છે.
          એક અંદાજ મુજબ હવે રહેણાંક માટેનો મોરેટેરિયમ પીરીઅડ પૂરો થઇ ગયો હોવાથી મકાન ખાલી કરવાની સમસ્યા ઉભી થઇ છે.અને આવા ઘરવિહોણા લોકોની સંખ્યા 28 મિલિયન થઇ જવાની શક્યતા છે.જે માટે હોટેલ અને મોટેલ પણ ઓછા પડે તેમ છે.
          કોવિદ -19 ને કારણે નોકરી ગુમાવનાર લોકો માટે અસ્તિત્વનો સવાલ પણ ઉભો થયો છે. લેબર સ્ટેટેસ્ટિક બ્યુરોના અહેવાલ મુજબ બેરોજગારીનું પ્રમાણ 14.7 ટકા જેટલું થઇ ગયું છે.
          ઉલ્લેખનીય છે કે કોવિદ-19 ના કારણે નોકરી ગુમાવનાર તથા સંક્રમિત થવાને કારણે મૃત્યુ પામનારા લોકોમાં અશ્વેત અને લેટિનોનું પ્રમાણ મોટું છે.
ઉપરોક્ત પ્રશ્ન અંગે ચર્ચા કરવા માટે અને સૂચનો કરવા માટે વર્ચ્યુલી ભેગા થયેલા અગ્રણીઓમાં ડો.માર્ગોટ કુશેલ ,સુશ્રી નિશા વ્યાસ ,શ્રી આકાશ કાલીયા ,તથા શ્રી કુમાર બર્વે સહિતનાઓનો સમાવેશ થતો હતો.

(7:14 pm IST)