Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મને આર્થરાઇટીસ છે, ઘુંટણની તકલીફ અને પેસમેકર લગાડેલું છે

સોશ્યલ મીડિયામાં મહિલાઓએ સાવધ રહેવું જરૂરી : યુવકે ગભરાઇને આ મહિલાને જ બ્લોક કરી દીધી

જયપુર : સોશ્યલ મીડિયા પર મહિલાઓને પરેશાન કરવાની ઘટનાઓ  બહુ વધતી જાય છે. હાલમાં એક ઘટનામાં આઇટી કંપનીમાં કામ કરતી એક મહિલાએ એક યુવકને એવો સબક શિખાડયો કે છેવટે તેણે આ મહિલાને બ્લોક કરવાનો વારો આવ્યો.

સોશ્યલ મીડીયા પર આ મહિલા જણાવે છે કે મેં સોશ્યલ મીડીયા એકાઉન્ટ પર એક રિકવેસ્ટ જોઇએ, જે કોઇ ૧૮-૧૯ વર્ષનો યુવક હતો. તેણે અમર્યાદિત વાતો કરવા ઇચ્છી તો મેં સમઝદારી દાખવીને કહયું કે મને આર્થરાઇટીસ છે અને મારા ઘુંટણમાં તકલીફ છે. મને પેસ મેકર લગાડેલું છે અને મારી પાસે સારી કવોલીટીનું ચોકઠું છે આ બધુ સાંભળતા જ તેણે મને બ્લોક કરી દીધી.

સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરતી વખતે સાવચેત પણ રહેવું જોઇએ. હાલમાં જ સાઇબર બુલીંગ બાબતે બિગ બોસ તમિલ-૩ ફેમ વનિથા વિજયકુમાર ચર્ચામાં છે, તેમણે આક્ષેપ કર્યો છે કે એક ફિલ્મ નિર્માતા અને એક મહિલા તેની વિરૂધ્ધ વીડીયો પોસ્ટ  કરી રહ્યા છે. તેના અંગત જીવન બાબતે ટિપ્પણીઓ કરાઇ રહી છે. તેમણે કહયું કે મહિલા અને પુરૂષ દ્વારા કોઇપણ કારણ વગર મારા પર હૂમલો કરાયો હતો.

(4:00 pm IST)