Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

સ્પેનથી આવનારા દરેક પ્રવાસીએ ફરજીયાત બે સપ્તાહ હોમ એરેસ્ટ રહેવુ પડશે

સ્પેનથી આવનારા પ્રવાસીઓ માટે બ્રિટને અચાનક નિયમો બદલાવ્યા

નવી દિલ્હી,તા. ૨૭: વિખ્યાત પ્રવાસન સ્થળોએ અચાનક કોવિડ-૧૯ના કેસો વધી જતા બ્રિટન દ્વારા ફરજીયાત કરાયેલ બે સપ્તાહના કવોરન્ટાઇનના નિયમથી ૧૪ લાખ બ્રિટીશરો મુંઝવણમાં મુકાયા છે.

લગભગ ૬ લાખ જેટલા બ્રિટીશ પ્રવાસીઓ અત્યારે સ્પેનમાં ફરવા ગયેલા છે. તેઓ તથા આગામી સપ્તાહમાં સ્પેનના પ્રવાસે જવા ઇચ્છુક લાખો બ્રિટીશરો આ નિયમથી મુંઝવણમાં મુકાઇ ગયા છે.

અચાનક અમલી બનાવાયેલ આ નિયમથી હોમ બાઉન્ડ પ્રવાસીઓની લાઇનલ લાગી છે. અને તેઓ રોષ અને મુંઝવણ અનુભવી રહ્યા છે. કેમ કે, તેઓ રવિવારે સવારે માડ્રીડથી પ્લેનમાં બ્રિટન પાછા આવ્યા હતા.

સ્પેનમાં કોરોના વાયરસના કેસોમાં ઉછાળો આવતા સરકારે સ્પેન સાથેનો એર બ્રીજ તાત્કાલીક અસરથી સ્થગિત કરી દીધો હતો. અને તે ગઇ કાલે રાતથી લાગે થયો હતો. જેના હેઠળ કોઇ પણ વ્યકિત સ્પેનથી બ્રિટન પાછી ફરે તેણે ફરજીયાત બે સપ્તાહ હોમ કવોરન્ટાઇન રહેવું પડશે. આ નિયમ સ્પેનના દરેક વિસ્તાર માટે લાગુ પડાયો છે. જેમાં કેનેરી અને બેલેરીક ટાપુઓ પણ સામેલ છે.

(3:58 pm IST)