Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હું રામલલા મંદિરની જુની ડીઝાઇન ભુલી ગયો છુ

અયોધ્યા રામમંદિરના મુખ્ય શિલ્પકાર ચંન્દ્રકાંત સોમપુરાએ જણાવેલ કે

નવી ડિઝાઇનમાં ત્રણ ગુંબજ ઉમેરાયાઃ સ્તંભો ૧૬૦ થી ૩૬૬ થયા, પગથીયાની પહોળાઇ ૬ ફુટથી ૧૬ ફુટ કરાઇ : મંદિરની ઉંચાઇ ૧૪૧ ફુટથી વધારી ૧૬૧ ફુટ કરાઇ

લખનૌ,તા.૨૭: ઉત્તર પ્રદેશમાં ૫ ઓગસ્ટનો દિવસ યાદગાર બનવા જઇ રહ્યો છે. અયોધ્યાના રોજ રામમંદિર શિલાન્યાસ અને ભૂમિ પૂજન યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ ભૂમિ પૂજન કરનાર છે. ત્યારબાદ વિશ્વના ત્રીજા સૌથી મોટા મંદિર બનવાનું શરૂ થશે.

ચંન્દ્રકાંત સોમપુરા જેમણે રામલલા મંદિરની ડિઝાઇન તૈયાર કરેલ, તેમણે જણાવેલ કે જુની ડિઝાઇનને ભુલી ગયો છુ. તે નગર શૈલીમાં બનેલ, જેમાં ગર્ભગૃહ ઉપર એક મંદિરનો ટાવર હતો. હવે ફકત નવી ડીઝાઇન ઉપર કામ થઇ રહ્યું છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જણાવેલ કે તેઓ ભૂમિ પૂજનમાં જરૂર જઇશ. અને ભગવાનને નમન કરીશ. દેશ-વિદેશના શ્રધ્ધાળુઓ આ ઐતિહાસીક પ્રસંગને નિહાળી શકે તે માટે દુરદર્શન ઉપર રામલલા મંદિરના ભૂમિ પૂજનનું પ્રવંત પ્રસારણ કરાશે.

સોમપુરા પરિવાર ૧૬ પેઢીઓથી મંદિર નિર્માણ કરે છે

રામલલા મંદિરની ડિઝાઇન તૈયાર કરનાર શિલ્પકાર ચંદ્રકાન્ત સોમપુરા પરિવાર ૧૬ પેઢીઓથી મંદિર નિર્માણ કરે છે. ચંન્દ્રકાંતના પ્રભાશંકર સોમપુરાએ જ ગુજરાતના પ્રભાસ પાટણમાં સોમનાથ મંદિર નિર્માણ કરેલ. સોમપુરા પરિવારની ડીઝાઇન ઉપર જ સોમનાથ, અક્ષરધામ અને અંબાજી મંદિર નિર્માણ પામ્યા છે. ૧૯૮૭ની સાલમાં વિશ્વ હિન્દુ પરિષદના તત્કાલીન અધ્યક્ષ અશોક સિંધલના આગ્રહ ઉપર  ચંન્દ્રકાંત સોમપુરા જ્યારે ૪૭ વર્ષના હતા ત્યારે રામલલા મંદિર માટે હા પાડી હતી.

પગલા ગણી જમીન માપેલ

ચંન્દ્રકાત સોમપુરાએ જણાવેલ કે વર્ષ ૧૯૯૦ જ્યારે વિહીપ અધ્યક્ષ સિંધલજી સાથે અયોધ્યા ગયેલ ત્યારે ત્યાંની સ્થિતી જોઇ અયોધ્યાની અહેમિયતની જાણ થઇ. વિવાદીત જમીન એક સૈન્ય શિબીરની જેમ હતી. મારી પાસે ત્યારે જમીન માપવા માટે કોઇ સામાન ન હતો ત્યારે મે પગલા ગણી મંદિરનું માપ લીધુ હતું.

નવી ડીઝાઇનમાં ત્રણ ગુંબલને જોડાયા

ચંન્દ્રકાત સોમપુરાએ જણાવેલ કે, ૧૮ જુલાઇના રોજ રામજન્મ ભૂમિ ટ્રસ્ટની બેઠકમાં મંદિરની નવી ડીઝાઇને ફાઇનલ કરવામાં આવેલ. હવે સ્થિતી આગળ વધે છે. મારી અમદાવાદ ઓફીસમાં મંદિરની થ્રી ડી ડીઝાઇન ઉપર કામ ચાલી રહ્યું છે. તેમણે જણાવેલ કે નવી ડીઝાઇનમાં ત્રણ ગુંબલને જોડવામાં આવ્યા છે. જેમાં એક સામેથી અને બે સાઇડમાંથી છે.

સ્ંતભોની સંખ્યા ૧૬૦ માંથી ૩૬૬ થઇ ગઇ છે. મંદીરના પગથીયાની પહોળાઇ ૬ ફુટમાંથી ૧૬ ફુટ કરવામાં આવી છે. જ્યારે મંદિરની ઉંચાઇ ૧૪૧ ફુટથી વધારી ૧૬૧ કરી દેવાઇ છે.

મંદિરનો ગર્ભગૃહ અષ્ટકોણીય હશે. સીતાજી, લક્ષ્મણજી ગણેશજી અને હનુમાનજી તથા અન્ય દેવતાઓને સમર્પિત ચાર અન્ય મંદિરો પરિસરનો ભાગ હશે.

મંદિર ૩ થી ૪ વર્ષમાં તૈયાર થશે

ચંન્દ્રકાત સોમપુરાએ જણાવેલ કે, આશીષ સોમપુરા મંદિર પરિયોજના સાઇટને સંભાળે છે. અને ટ્રસ્ટની બેઠકમાં પણ સામેલ થયેલ. પાંચ ઓગસ્ટના કાર્યક્રમમાં આશીષ સોમપુરાએ આમંત્રણ છે. અને તે તેમાં સામેલ થશે. આશીષે જણાવેલ કે મુળ ડિઝાઇનમાં લગભગ ત્રણ લાખ કયુબીક સેન્ડસ્ટોન પત્થરનો ઉપયોગ થનાર હતો તે બમણા થઇ જશે.

મંદિર નિર્માણ પામતા સાડા ત્રણ વર્ષ જેટલો સમય લાગશે. નિર્માણની જવાબદારી લાર્સન એન્ડ ટુ બ્રો કંપનીએ સંભાળી છે.

ઉધ્ધવ ઠાકરે અયોધ્યા જશે

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ જણાવેલ કે, ૫ ઓગસ્ટના રામમંદિર નિર્માણ માટે શિલાન્યાસ કાર્યક્રમમાં ભાગ લેશે.હું અયોધ્યા જઇશ.પ્રાર્થના કરીશ અને કાર્યક્રમમાં સામેલ થઇશ. (૨૨.૩૩)

ઐતિહાસીક પ્રસંગનું દુરદર્શન ઉપર જીવંત પ્રસારણ

પાંચ ઓગસ્ટના રોજ યોજાનાર રામ મંદિર શિલાન્યાસ પ્રસંગ દેશ-વિદેશના ભાવિકો નિહાળી શકે તે માટે દુરદર્શન ઉપરથી કાર્યક્રમનું જીવંત પ્રસારણ થશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇના હાથે ભૂમિ પૂજન યોજાનાર છે. સ્વતંત્ર ભારતના ઇતિહાસમાં સૌથી ઐતિહાસીક ક્ષણ બનશે. દુરદર્શન સહિત અન્ય ચેનલ પણ પ્રસારણ કરશે. વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય પ્રવકતા વિનોદ બંસલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવેલ કે, વડાપ્રધાન ૫ ઓગસ્ટના રોજ અયોધ્યામાં હશે. અને સંતો, વિધ્વાનો, ટ્રસ્ટીઓ અને અન્ય આમંત્રીત લોકો સાથે પુજા કરશે.

(3:57 pm IST)