Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાજસ્થાનના રાજકારણમાં આવ્યો યુટર્ન : સ્પીકરે અરજી પાછી ખેંચી

સુપ્રીમમાં સુનાવણી થયા પહેલા રાજકારણ ગરમાયુ

નવી દિલ્હી તા. ૨૭ : રાજસ્થાનમાં રાજકીય સંકટ પર હાઇકોર્ટના નિર્ણયબાદ આજે સુપ્રીમ કોર્ટમાં સુનવણી થવાની હતી. રાજસ્થાનનો ઘટનાક્રમ ઝડપથી બદલાઇ રહ્યો છે. અત્યાર સુધી કોર્ટમાં આ કેસ પર તરત નિર્ણય આપવાની પેરવી કરી રહેલા સ્પીકર સીપી જોશીએ હવે પોતાની અરજી પાછી ખેંચી લીધી છે. આ બધાની વચ્ચે રાજસ્થાનનું રાજકારણ ગરમાયું છે.ઙ્ગબીજીબાજુ અત્યાર સુધીઙ્ગસચિન પાયલટના દાવથી પરેશાન સીએમ અશોક ગેહલોત હવે બસપા ચીફ માયાવતીના દાવના કારણે મુશ્કેલીમાં ઘેરાતા દેખાઇ રહ્યા છે.

આ બધાની વચ્ચે સુપ્રીમ કોર્ટમાં સ્પીકર જોશીના વકીલે કહ્યું કે તેઓ પોતાની અરજી પાછી ખેંચશે. સુપ્રીમ કોર્ટે સ્પીકર જોશીએ અરજી પાછી ખેંચી લેવાની મંજૂરી આપી દીધી છે. સીપી જોશીના વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે હાઇકોર્ટના નિર્ણયને પડકારી શકાય છે. જાણકારોનું કહેવું છે કે સ્પીકર જોશીની અરજી હાઇકોર્ટના નિર્ણય બાદ હવે નિષ્પ્રભાવી થઇ ગઇ છે. આથી તેમણે સુપ્રીમ કોર્ટમાંથી અરજી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો.

સ્પીકર સીપી જોશીએ પોતાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં યુ-ટર્ન લઇ લીધો છે. કોર્ટે પણ તેમને અરજી પાછી ખેંચવાની મંજૂરી આપી દીધી છે. કોંગ્રેસના સૂત્રોનું કહેવું છે કે સ્પીકરની સુપ્રીમ કોર્ટમાં ઉતાવળે દાખલ કરવામાં આવેલી અરજીના લીધે રાજસ્થાન હાઇકોર્ટને ૧૯૯૨ની ખીટો હોલહાન જજમેન્ટનો સહારો લેવો પડ્યો. સૂત્રોએ કહ્યું કે હોલહાન જજમેન્ટ એક નજીર બની ગયું છે અને હાઇકોર્ટે તેને ધ્યાનમાં રાખતા સ્પીકરને ૧૯ વિદ્રોહી ધારાસભ્યોની વિરૂદ્ઘ કાર્યવાહી કરતા રોકી દીધા. પરંતુ આ નિર્ણય એ જજમેન્ટના હિસાબથી નથી.

(3:56 pm IST)