Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કેસો ઓછા હતા ત્યારે વિધાનસભા સ્થગીત કરી, આજે મૃત્યુઆંક વધ્યા તો સત્ર બોલાવવાની માંગ કરે છે

રાજસ્થાન ભાજપ પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયાએ મુખ્યમંત્રીના રાજીનામાની માગ કરી

જયપુર તા. ર૭ : રાજયપાલને આવેદનપત્ર આપ્યા પછી પત્રકારો સાથે વાત કરતા ભાજપા નેતાઓએ કહ્યું કે રાજસ્થાનમાં પ્રખ્યાત રાજકીય નાટક ચાલી રહ્યું છે વિરોધપક્ષના નેતા ગુલાબચંદ કટારીયાએ કહ્યું કે, રાજભવનને જે રીતે ચેતવણી અપાઇ છે તે લોકશાહીને કલંકિત કરવા જેવું હતું. તેમણે કહ્યું કે ભાજપાએ રાષ્ટ્રપતિ શાસન લગવવાની કોઇ માગણી નથી કરી. મુખ્ય પ્રધાને તાત્કાલીક રાજીનામુ આપવું જોઇએ. વિધાનસભાનું સત્ર બોલાવવા માટે કેબીનેટ રાજયપાલને સુચન મોકલે તો તે ઠીક છે.

ભાજપા પ્રદેશ અધ્યક્ષ સતિષ પુનિયાએ કહ્યું કે ગઇ કાલનું દ્રષ્ય દુર્ભાગ્ય પુર્ણ હતું બંધારણીય સંસ્થાની કોઇ મુખ્ય વ્યકિત ડોમિનેટેડ હેડ વિરૂદ્ધ આવી ચેતવણી અનેે પડકાર આપે છે કે ૮ કરોડની જનતા રાજભવનને ઘેરી લે તો અમારી જવાબદારી નહીં, આ પ્રકારના દુર્ભાગ્યપુર્ણ બયાન મુખ્યપ્રધાન અને ગૃહપ્રધાનના હતા.

વિરોધ પક્ષના નાયબ નેતા રાજેન્દ્ર રાઠોડે કહ્યું કે જો સરકાર પાસે બહુમતિ છે તો વાડો ખોલીને જોવે એટલે ખબર પડી જશે કે કોણ કયાં જાય છે, તેમણે કહ્યું કે જયારે કોરોના વાયરસના કેસ એકલ દોકલ હતા ત્યારે વિધાનસભાને સ્થગિત કરે છેઅને આજે રાજસ્થાનમાં ૩ર હજારથી વધારે કેસ છે અને મોતનો આંકડો ૬૦૦ ઉપર પહોંચી ગયો છે. ત્યારે વિધાનસભાનું સત્ર બોલાવવાની વાતો કરી રહ્યા છે.

સરકાર પાસે બહુમતિનો આંકડો હોય તો વાડો  ખોલીને  જુએ એટલે ખબર પડી જશે કે કયુ.પંખી કંઇ ડાળી પર જઇને બેસે છે.

(3:55 pm IST)