Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

ચીન ઉપર ફરી ડિજિટલ સ્ટ્રાઇક : ૪૭ એપ્સ ઉપર પ્રતિબંધ

૫૯ ચાઇનીઝ એપ્સ ઉપર પ્રતિબંધ લગાવાયા બાદ સરકાર ફરી ત્રાટકી : પ્રતિબંધિત એપ્સમાં મોટા ભાગે કલોનિંગવાળી એપ્સ સામેલ : ૨૭૫ની યાદી તૈયાર કરવામાં આવી છે

નવી દિલ્હી તા. ૨૭ : ચીન પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી ડિજિટલ સ્ટ્રાઇક કરી છે. ભારત સરકારે ચીનની વધુ ૪૭ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોથી જાણ થઈ છે. આ પહેલા ભારત સરકારે ૫૯ ચીની એપ્સ પર પ્રતિબંધ મૂકયો હતો.

ચીન સાથે જોડાયેેલી કંપનીઓ પર ભારત સરકારે ફરી એકવાર મોટી કાર્યવાહી કરી છે. ભારતે હાલમાં બેન કરેલી આ કલોનિંગવાળી એપ એવી હતી કે જે પહેલાથી બેન કરાયેલી એપ જેવી જ એપ બનાવીને ઉતારવામાં આવી હતી. આ એપ્સ પર યૂઝર્સની ડેટા ચોરીનો આરોપ મુકાયો હતો. ગલવાન ખીણ વિસ્તારમાં ચીનના સૈન્ય સાથે થયેલી હિંસક અથડામણ પછી ભારતે ચીનની ૫૯ એપ્સ પર પ્રતિબંઘ મુકયો હતો.

ટિકટોક સહિત ૫૯ ચાઇનીઝ એપ પર સરકાર પહેલાથી જ પ્રતિબંધ મુકી ચુકી છે. હવે સરકારની નજર ૨૭૫ એવી એપ્સ પર છે જે ચીનની હોવાનું કહેવામાં આવે છે અને તેમાં PUBG પણ સામેલ છે. ગૃહ મત્રાલય દ્વારા હજુ આ બાબતે કોઇ ટીપ્પણી કરવામાં આવી નથી. પણ આ સંબંધે જાણકારી ઘરાવનારા એક સત્તાવાર સૂત્રએ માહિતી આપી હતી કે ચીનની એપ્સનો સતત રિવ્યુ ચાલી રહ્યો છે અને એ માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહી છે કે તેમને ફંડિગ કયાંથી આવે છે.

અધિકારીના જણાવ્યા અનુસાર કેટલીક એપ્સથી રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમ જણાયું હતું તો કેટલીક એપ ડેટા શેરિંગ અને પ્રાઇવસીના નિયમોનો ભંગ કરી રહી હોવાનું જણાયું હતું. એક બીજો પણ કેસ એ છે કે ચીનની કંપની યૂસી વેબ પર ભારત વિરૂધ્ધ સમાચારો ચલાવવાનો આરોપ છે. ચીનના અલીબાબા ગ્રુપની કંપની યૂસી વેબ વિરૂધ્ધ માજી એસોસિએટ ડાયરેકટરે ગુડગાંવની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે, તેમણે આરોપ મુકયો છે કે વેબસાઇટ પર ચાલતા ફેક ન્યૂઝનો તેમણે વિરોધ કર્યો તો તેમને કંપનીમાંથી કાઢી મુકાયા હતા.

સૂત્રો મુજબ જે કંપનીઓનું સર્વર ચીનમાં છે તેમના પર પહેલા રોક લગાવવામાં આવી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ૨૭૫ ચીની એપ્સમાં લોકપ્રિય ગેમિંગ એપ્સ PUBG પણ શામેલ છે. જે ચીનના વેલ્યૂએબલ ઇન્ટરનેટ Tencentનો ભાગ છે. સાથે આમાં Xiaomiની À Zili એપ, ઇ-કોમર્સ Alibabaની Aliexpress એપ, Resso એપ અને Bytedanceની ULike એપ શામેલ છે. માહિતી મુજબ સરકાર જલદી આ ૨૭૫ ચીની એપ્સ અથવા આમાંથી અમુક એપ્સને બેન કરે એવી વકી છે.

સરકાર ચેક કરી રહી છે કે આ બધી એપ્સ નેશનલ સિકયોરીટી સાથે તો છેડછાડ નથી કરી રહીને, જો દેશની પ્રાઇવસી માટે ખતરો બનતી કોઇ પણ એપ દેખાશે તો તેના પર રોક લગાવી દેવામાં આવશે.ઙ્ગ

સૂત્રો દ્વારા મળેલી માહિતીની જો વાત કરવામાં આવે તો નવા લિસ્ટમાં કેટલીક ટોપની ગેમિંગ એપ પણ સામેલ છે. રિવ્યૂ કરવામાં આવેલી એપ્સની લિસ્ટમાં ઝીલી એપ, અલીબાબા, અલી એકસપ્રેસ, રેસ્સો, બાઇટડાન્સની યુલાઇક એપ સામેલ છે. થોડા જ સમયમાં આ પ્રકારની ૨૭૫ એપ્સને બએન કરી દેવામાં આવશે.ઙ્ગ

અધિકારીક સૂત્રો મુજબ જે એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરાસમાન છે તે એપ્સને તાત્કાલિક બેન કરવામાં આવશે.

(3:52 pm IST)