Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

FPOના લીસ્ટીંગ બાદ યસ બેંકનો શેર ધડામઃ ૧૦ ટકાની લોઅર સર્કિટ લાગી

છેલ્લો ભાવ રૂ.૧૨.૩૦: શેરની કિંમત તેના FPO જેટલી જ થઇ ગઇ

મુંબઇ,તા.૨૭: આજે સવારે બજાર ખુલતા જ યસ બેંકના FPO શેરોનું લિસ્ટીંગ થયા બાદ ખરીદ-વેંચાણ શરૂ થયું હતું. જેથી યસ બેંકના શેરમાં ભારે ગાબડું પડ્યું હતુ. અને તેમાં ૧૦ ટકાની નીચલી સર્કિર્ટ લગાવી ટ્રેડીંગ રોકવું પડ્યું હતું. યસ બેંકના શેરનો ભાવ તેના FPOની કિંમતની નજીક પહોંચી ગઇ હતી.  શુક્રવારે યસ બેંકનો શેર ૧૩.૬૫ પર બંધ થયો હતો. આજે શેરબજાર ખુલતા જ ધડામ થઇને ૧૨.૩૦ પર પહોંચી ગયો તે પછી તેમાં ૧૦ ટકાની  લોઅર સર્કિટ લાગી અને ટ્રેડીંગ રોકી દેવું પડ્યું હતુ. આ વર્ષે યસ બેંકનો શેર ૭૪% સુધીનો તુટયો છે.

યસ બેંક દ્વારા ૧૫,૦૦૦ કરોડ મેળવવા માટે લવાયેલ FPOને ૯૩ ટકા સબસક્રિપ્શન મળ્યું હતું. ૧૫મીએ FPO ખુલ્યો હતો.

છેલ્લે ૧૨.૩૦ ઉપર શેર ટ્રેડ કરે છે.

(3:48 pm IST)