Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

આ વર્ષે ખરીફ પાકની વાવણી ૧૮.પ૦ ટકા વધી : ઉપજ વધશે

નવી દિલ્હી, તા. ર૭ :  કોરોનાના કહેર વચ્ચે ખેત ઉત્પાદનોના સારા સમાચાર છે, જુલાઇના ત્રીજા અઠવાડીયે અનુકુળ વરસાદથી દેભરમાં મુખ્ય ખરીફ પાકનું વાવેતર ગત વર્ષની સરખામણીએ ૧૮.પ૦ ટકા વધ્યું છે.

કૃષિ ખાતા મુજબ પ્રમુખ ખરીફ પાક જેવા કે ધાન્ય, દાળ, મોટા અનાજ અને તલના વાવેતરના આંકડાઓથી જાણી શકાય છે કે આ વર્ષે ર૪ જુલાઇ સુધીમાં ખેતરોમાં વાવતેર કુલ ૭૯૯.૯પ લાખ હેકટરમાં થયું છે. જયારે ગત વર્ષે આ સમયગાળા દરમિયાન ખરીફ સત્રમાં ૬૭પ.૦૭ લાખ હેકટરમાં વાવેતર થયેલ.

બ્રોકરેજ હાઉસના એક વિશ્વલેક્ષક મુજબ હાલના મહિનાઓમાં ગ્રામીણ વિકાસે શહેરી વિકાસની ગતિને પાછળ છોડી છે અને વિશ્લેક્ષકોને આશા છે કે સારી વાવણી અને વધુ ઉપજથી ગ્રામીણ લોકોની આવક વધશે. ખરીફ સીઝનમાં ધાનની વાવણી ર૪ જુલાઇ સુધીમાં સામાન્ય રૂપે થતા ૩૯૭ લાખ હેકટરમાંથી રર૦.ર૪ લાખ હેકટરમાં કરવામાં આવી છે. જયારે દાળનું વાવેતર ૧ર૮.૮૮ હેકટરમાંથી ૯૯.૭૧ લાખ હેકટરમાં થયુ છે જે ગત વર્ષની સરખામણીએ રપ ટકા વધુ છે.

(2:48 pm IST)