Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હરિયાણામાં ગાંધી-નહેરૂ પરિવારની સંપત્તિઓની તપાસ કરવાને મંજુરી

કેન્દ્રના પત્ર બાદ ખટ્ટર સરકારનો નિર્ણય

નવી દિલ્હી તા. ર૭ : હરિયાણા સરકારે ગાંધી-નહેરૂ પરિવારની સંપતિઓની તપાસનો આદેશ આપ્યો છે એવો આરોપ છે કે ર૦૦પ થી ર૦૧૦ વચ્ચે ગાંધી-નહેરૂ પરિવારના નામે હરિયાણામાં અનેક સંપત્તિ મેળવવામાં આવી હતી.

હરિયાણામાં ર૦૦પ થી ર૦૧૮ વચ્ચે હુડડાની સરકાર હતી એવો આરોપ છે કે આ  દરમ્યાન કોંગ્રેસે અનેક ટ્રસ્ટ અને ગાંધી-નહેરૂ પરિવાર માટે અનેક સંપતિ મેળવી હતી. કેટલીક સંપતિની તો અગાઉથી તપાસ થતી હતી. હવે કેન્દ્ર સરકારના પત્ર બાદ ગાંધી-નહેરૂ પરિવારની બાકી સંપતિઓની તપાસ થશે.

કેન્દ્ર સરકારે રાજીવ ગાંધી ફાઉન્ડેશન, રાહુલ ગાંધી ચેરી-ટ્રસ્ટ અને ઇન્દીરા ગાંધી મેમો.ટ્રસ્ટની સંપત્તિની તપાસનો આદેશ આપ્યો હતો તે પછી રાજય સરકારે તપાસ કરવાને મંજુરી આપી છે.

(2:47 pm IST)