Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

શહેરમાં નવા ૪૨ કેસ

મનપા હવે નામ જાહેર નહીં કરે

આજ દિન સુધીમાં કુલ કેસ ૯૭૫ થયાઃ હાલ ૫૪૨ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ : સામાજીક કારણોસર કોરોના પોઝિટિવ દર્દીઓના નામ-સરનામા બંધઃ ઉદિત અગ્રવાલ

રાજકોટ,તા.૨૭: સમગ્ર દેશમાં કોરોનાનો હાહાકાર મચી જવા પામ્યો છે તેમા રાજકોટ બાકાત રહ્યુ છે. છેલ્લા બે દિવસમાં રેકોર્ડ બ્રેક ૧૦૨ કેસ નોંધાયા હતા. લોકોમાં ગભરાટ ફેલાઇ ંજવા પામ્યો છે. આજ બપોર સુધીમાં ૪૨ કેસ નોંધાતા શહેરનો કુલ આંક ૫૭૫એ છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર યાદીમાં જણાવ્યા મુજબ ગઇકાલ તા.૨૬ ને રવિવારનાં રોજ સાંજે ૫ થી આજે તા.૨૭ સોમવારનાં બપોર સુધીમાં શહેરનાં વિવિધ વિસ્તારોમા ૪૨ કેસ નોંધાયાછે. આજે નવા ૪૨ કેસ નોંધાતા શહેરનાં કુલ કેસ ૯૭૫ થયા છે.જયારે હાલમાં ૫૪૨ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

અત્રે નોંધનીય છે કે, ગત શનીવારે ૫૦ તથા રવીવારે એટલે કે ગઇકાલે ૫૨ કેસ નોંધાયા હતા. આમ છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત એક જ દિવસમાં ૫૦થી વધુ કેસ નોંધાયોનો રેકોર્ડ સર્જાયો હતો.

તંત્રનો નિર્ણય

કોરોના પોઝિટિવ સાથે સામાજીક દુર્વ્યવહાર થયાના અનેક પત્રો અને ફોનથી  મ્યુ.કમિશ્નરને ફરીયાદ થતા હવેથી કોરોના પોઝિટિવના નામઅસરનામા જાહેર ન કરવા મ્યુ.કમિશ્નર ઉદિત અગ્રવાલે સંબધીત વિભાગનાં અધિકારીને આદેશ કર્યો છે.

(3:13 pm IST)