Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

હરકી પૈડીનું નામ 'દેવધારા' રાખવાના સરકારના નિર્ણય સામે રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી

પુરોહિતોએ મહાસભા યોજી : અહીંથી પવિત્ર ગંગાની નહેર નીકળે છે : લોકો પણ ભારે નારાજ

હરિદ્વાર, તા. ર૭ : કરોડો લોકોના આસ્થા સમાન હરકી પૈડીનું નામ ઉતરાખંડ સરકારે બદલી 'ગંગાકી દેવધરા ' નામ રાખવાની જાહેરાત કરતા અહીંના રોહિતોમાં મોટો વિરોધ વંટોળ ઉભો થયો છે.

હરકી પૈડીમાં પવિત્ર ગંગાની નહેર પસાર થાય છે. પુરોહિતોએ આ નામ બદલવા અંગે જણાવ્યું હતું  કે, ગંગાના નામ સાથે છેડછાડ કરાશે તો રાષ્ટ્રવ્યાપી આંદોલન કરાશે. બીજી બાજુ ઉતરાખંડ સરકારે નામ બદલવા અંગે પોતાની પૂરતી તૈયારી કરી લીધી છે.  હર કી પૈડી પર ગંગાને દેવધારા જાહેર કરવાની વિગતો બહાર આવતા ત્યાંના પુરોહિતોએ એક મહાસભા યોજી હતી અને તેમાં નામ બદલાવા સામે પ્રચંડ રોષ વ્યકત કરી રાષ્ટ્રવ્યાપી આંદોલનની ચેતવણી અપાઇ હતી, પુરોહિતએ જણાવેલ કે નામ બદલાવવા સામે લોકોમાં ભારે નારાજગી છે.

(11:34 am IST)