Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મુંબઇ શહેરમાં ભારે વરસાદની આગાહી

મુંબઇમાં ભારે વરસાદ : નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ

મુંબઇ તા. ૨૦ : મુંબઈ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો કે આજે સવારથી મુંબઈનાં ઘણા એરિયાઓમાં વરસાદ પડી રહ્યો છે. શહેરનાં મલાડ વિસ્તારમાં ભારે વરસાદ પડવાથી પાણી ભરાઇ ગયા છે. જયારે હિન્દુમાતા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ ગયો છે.

દેશની આર્થિક રાજધાની ગણાતા મુંબઈમાં આજે ભારે વરસાદ પડવાની સંભાવના છે. મધ્ય અને પશ્ચિમ મુંબઈનાં ઘણા વિસ્તારોમાં પણ વરસાદ શરૂ થયો છે. દાદર, અંધેરી, સાયન, કુર્લા, હિંદમાતામાં આ સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. અહીં ઘૂંટણ સુધી પાણી ભરાયા છે. આ મુંબઈનાં નીચાણવાળા વિસ્તારો છે, જયાં દર વર્ષે વરસાદ પડતા વિસ્તાર પાણીમાં ગરકાવ થઇ જાય છે. મુંબઈમાં આ નીચાણવાળા વિસ્તારોમાંથી પાણી ભરવાની પ્રક્રિયા શરૂ થાય છે.

(10:18 am IST)