Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

મોદી સરકારનો નવો કાયદો

૨૨ કેરેટનું Gold કહીને ૧૮ કેરેટ પધરાવનારા જવેલર્સની હવે ખેર નથી

જો કોઈ સોની તમને ૨૨ કેરેટ સોનું કહીને ૧૮ કેરેટ પકડાવે તો તેના પર હવે થશે દંડ સાથે થશે આકરી કાર્યવાહી મોદી સરકારે બદલ્યા નિયમો

નવી દિલ્હી, તા.૨૭: હવેથી દેશમાં નવો ગ્રાહર સુરક્ષા કાયદો સોનાના દાગીના પર પણ લાગુ થશે. આ કાયદો લાગુ થવાના કારણે હવે કોઈ પણ સોની તમને ૨૨ કેરેટનું ગોલ્ડ કહીને ૧૮ કેરેટ પધરાવશે તો તેના પર કડક કાર્યવાહી થશે. આ સાથએ જ ગ્રાહકોની સુરક્ષાનું ધ્યાન રાખતા મોદી સરકારે નવો કાયદો ઘડયો છે. હવે સોનાના દાગીના અને ચીજોમાં હોલમાર્કની વ્યવસ્થા ૧૫ જાન્યુઆરી ૨૦૨૧થી લાગુ થઈ જશે.

 હવે હોલમાર્ક જોઈને જ સોનું ખરીદજોઃ દિનપ્રતિદિન મોંઘું થતા સોનામાં છેતરાઈ ન જવાય તે માટે સરકાર કાયદો લાવી રહી છે. ગ્રાહક સુરક્ષા વિભાગના મંત્રી રામવિલાસ પાસવાને જણાવ્યું કે 'ગ્રાહક જયારે પણ સોનુ ખરીદવા જાય ત્યારે હોલમાર્ક જોઈને જ ખરીદે. આ હોલમાર્કને અમારી એક માત્ર એજન્સી બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ (ગ્ત્લ્) નક્કી કરે છે.

 નવો ગ્રાહક સુરક્ષા કાયદો સોનાના દાગીના પર લાગુ થયા બાદ તેનો ભંગ કરનાર જવેલર્સને એક લાખ રૂપિયાનો દંડ અને એક વર્ષની જેલ પણ થઈ શકે છે. અથવા તો દંડ તરીકે સોનાની કિંમતની પાંચ ગણી રકમ વસૂલવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 હોલમાર્કિંગ દ્વારા ગ્રાહકોને જવેલરીમાં કેટલા ટકા સોનું છે તે અને કેટલા ટકા અન્ય ધાતુ મિકસ કરેલી છે તેનું પ્રમાણ મળે છે. આ પ્રમાણિત થયેલા સ્ટાન્ડર્ડ મુજબ સોનાની શુદ્ઘતાનું માપદંડ નક્કી કરવામાં આવે છે.

(10:15 am IST)