Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

તમને ત્રણ મહિનાથી કેમ નથી મળી એલપીજી સબસીડી?

સબસીડીવાળું ગેસ સિલિન્ડર ૧૦૦ રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત ૪૯૪.૩૫ રૂપિયા વધીને ૫૯૪ રૂપિયા થઈ ગઈ

નવી દિલ્હી, તા.૨૭: રાંધણ ગેસ સિલિન્ડર પર સબસીડીમાં ગયા એક વર્ષથી ઘટાડો કરવાને કારણે સબસીડીવાળું ગેસ સિલિન્ડર ૧૦૦ રૂપિયા મોંઘું થઈ ગયું છે અને હવે સબસીડી શૂન્ય થઈ ગઈ છે. દેશની રાજધાની દિલ્હીમાં ગયા વર્ષે જુલાઇમાં ૧૪.૨ કિલો રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ એટલે કે સબસીડી વગરના સિલિન્ડરનો ભાવ ૬૩૭ રૂપિયા હતો જે હવે ૫૯૪ રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં આ દરમિયાન સબસીડીવાળું ગેસ સિલિન્ડર ૧૦૦ રૂપિયા મોંઘું થઈ ગયું છે અને તેની કિંમત ૪૯૪.૩૫ રૂપિયા વધીને ૫૯૪ રૂપિયા થઈ ગઈ.

સરકાર દ્વારા સબસીડીમાં સતત કરવામાં આવેલા ઘટાડાને કારણે આ વર્ષે મેથી જ સબ્સિડી અને સબસીડી વગરના રાંધણ ગેસ સિલિન્ડરની કિંમત સરખી થઈ ગઈ છે. આ વર્ષે મે, જૂન અને જુલાઇમાં ગ્રાહકોને કોઇ સબસીડી નથી મળી. મોદી સરકારના પહેલા કાર્યકાળ દરમિયાન જ એવા સમાચાર આવ્યા હતા કે સરકારની યોજના ધીમે-ધીમે રસોઇ ગેસ સિલિન્ડર પર સબસીડી પૂરી કરવાની છે, પણ આ સંબંધે પૂછવા પર પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન દર વખતે આ વાતની ના પાડી દેતા હતા.

બીજી તરફ સરકારે છેલ્લા એક વર્ષમાં સતત કાપ કર્યો છે. જુલાઇ ૨૦૧૯માં સબ્સિડીવાળા રાંધણ ગેસ સિલિન્ડર ૪૯૪.૩૫ રૂપિયાનું અને સબસીડીવાળું સિલિન્ડડર ૬૩૭ રૂપિયાનું હતું. ઓકટોબર ૨૦૧૯માં સબસીડીવાળું ૫૧૭.૯૫ રૂપિયાનું અને સબસીડી વિનાનું સિલિન્ડર ૬૦૫ રૂપિયાનું થઈ ગયું છે. આ વર્ષે જાન્યુઆરીમાં સબસીડીવાળા સિલિન્ડરની કિંમત વધીને ૫૩૫.૧૪ રૂપિયા અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત ૭૧૪ રૂપિયા થઈ ગઈ. એપ્રિલમાં સબસીડીવાળા સિલિન્ડરની કિંમત ૫૮૧.૫૭ રૂપિયા અને વગર સબસીડીવાળા ગેસ સિલિન્ડરની કિંમત ૭૪૪ રૂપિયા થઈ ગઈ.

આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એપ્રિલમાં એલપીજીની કિંમતોમાં ઘટાડા પછી પણ રાંધણ ગેસ સિલિન્ડરના બજાર ભાવ ૧૬૨.૫૦ રૂપિયા ઘટીને ૫૮૧.૫૦ રૂપિયા કરી દીધી જેથી સબસીડી અને સબ્સિડી વગરના સિલિન્ડરની કિંમત એક સરખી થઈ ગઈ. જૂન અને જૂલાઇમાં સબસીડીવાળા અને સબસીડી વગરના ગેસ સિલિન્ડરની કિંમતમાં પણ સમાન વધારો કરવામાં આવ્યા છે.

(10:14 am IST)