Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

રાહુલ ગાંધીનું વધુ એક ટ્વીટ- મૂડીવાદીઓને દેશની સંપત્તિ આપવાની તૈયારીમાં છે સરકાર

મૂડીવાદીઓના હવાલે કરવા સરકારની આ ઓપરેશનલ વ્યૂહરચના

નવી દિલ્હી : કોંગ્રેસનાં નેતા રાહુલ ગાંધી સરકારનાં સતત કાન પકડવાનું કામ કરી રહ્યા છે. કેન્દ્રની મોદી સરકાર પર સતત પ્રહાર કરતા રાહુલ ગાંધીએ ફરી એકવાર સરકારની નીતિઓ પર નિશાનો સાધ્યો છે. રાહુલે આજનાં દિવસમાં એક પછી એક ટ્વિટ કર્યા છે. જેમા અંતિમ ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે ભારત સરકાર દેશની સંપત્તિ નજીકનાં મૂડીવાદીઓને સોંપવાની રણનીતિ પર કામ કરી રહી છે.

ટ્વીટ કરીને સરકાર પર નિશાન સાધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દેશની સંપત્તિને મૂડીવાદીઓનાં હવાલે કરવાની ભારત સરકારની આ ઓપરેશનલ વ્યૂહરચના...

1. PSUs ને આર્થિક રીતે અસ્થિર બનાવો.

2. મીડિયા અભિયાન અંતર્ગત , એવું કહેતા કે તે અપ્રતિસ્પર્ધી છે , તે મૂડીવાદીઓને આપવું જોઈએ.

3. નજીકનાં મૂડીવાદીઓને દાન તરીકે વેચવું.

(12:00 am IST)
  • રાજસ્થાનમાં રાજકીય ધમાસાણ વચ્ચે નવો વળાંક : બીએસપીએ પોતાના છ ધારાસભ્યોને આપ્યો વહીપ : અવિશ્વાસ પ્રસ્તાવ આવે તો તે કોંગ્રેસ સામે પોતાનો વોટ આપે. : અશોક ગેહલોટની વધશે મુશ્કેલી : બીએસપી એક રાષ્ટ્રીય પાર્ટી છે અને દસમી અનુસૂચીત અંતર્ગત કોઈ રાજ્યમાં આખી પાર્ટીનો વિલય અસંવૈધાનિક છે: ધારાસભ્યો વહિપનો અનાદર કરશે તો કાયદા હેઠળ કાર્યવાહીની ચીમકી access_time 12:43 am IST

  • મેયર બીનાબેન આચાર્ય અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાના સોશ્યલ ડિસ્ટન્સ અંગેનો વિડીયો વાયરલ : રાજકોટ કાર્યાલયના ભુમિ પૂજન કાર્યક્રમ વખતે સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ કરવા બાબતનો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થતા ખળભળાટ access_time 5:30 pm IST

  • દેશમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો : છેલ્લા 24 કલાકમાં નવા 48,931 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 14,36,018 કેસ થયા :4.84,053 એક્ટિવ કેસ :કુલ 9,18,734 દર્દીઓ રિકવર :વધુ 702 લોકોના મોત :મૃત્યુઆંક 32,810 થયો : મહારાષ્ટ્રમાં સૌથી વધુ 9431 કેસ : તામિલનાડુમાં નવા 6986 કેસ :દિલ્હીમાં વધુ 1075 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 7627 કેસ: કર્ણાટકમાં નવા 5197 કેસ :ઉત્તર પ્રદેશમાં 3246 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2341 કેસ :બિહારમાં 2605 નવા કેસ, રાજસ્થાનમાં 1132 કેસ અને આસામમાં 1142 નવા કેસ અને ઓરિસ્સામાં 1376 કેસ નોંધાયા access_time 12:43 am IST