Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

દુશ્મનો હુમલો કરશે તો જવાબ મળશે : સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ

કારગિલ વિજય દિવસે નિવેદન

નવી દિલ્હી, તા. ૨૬ : કારગિલ વિજય દિવસના અવસર પર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, કારગિલ વિજય દિવસ માત્ર એક દિવસ નથી પરંતુ ભારતીય સેનાના શૌર્ય અને પરાક્રમનો વિજ્યોત્સવ છે. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, રાષ્ટ્રીય સુરક્ષાની મર્યાદામાં આુણે જે પણ કરીએ છીએ તે હંમેશા માટે આત્મરક્ષા માટે કરીએ છીએ, આક્રમણ માટે નહીં. જો દુશ્મન દેશે ક્યારેય હુમલો કર્યો તો આપણે સાબિક કરી દીધું કે કારગિલની જેમ આપણે તેમને જડબાતોડ આપીશું.

           તેમણે અગાઉ ટ્વીટ કર્યું હતું કે, કારગિલ વિજય દિવસની ૨૧મી વર્ષગાંઠ પર હું ભારતીય સેનાના બહાદુર સૈનિકોને સલામ કરવા માગું છું જેમણે સૌથી પડકારજનક સ્થિતિમાં દુશ્મનોનો સામનો કર્યો જે દુનિયાના ઈતિહાસમાં ક્યારેય થયું નથી. રાજનાથ સિંહે જણાવ્યું કે, મને લેહ-લદ્દાખ જવાનો અને ત્યાંથી કારગિલના વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાની તક પ્રાપ્ત થઈ હતી. મને આ વાત જણાવતા ખૂબ જ ખુશી થઈ રહી છે કે ૨૦ વર્ષ પહેલાની તુલનામાં મેં લદ્દાખમા ઘણાં મોટા ફેરફાર જોયા છે. જો દેશને સુરક્ષિત રાખવવાનો કાર્ય સરહદ પર તહેનાત આપણા સૈનિકો કરી રહ્યા છીએ તો દેશની એકતા, અખંડતા અને ભાઈચારાને જાળવી રાખવાની જવાબદારી આપણી છે.

(12:00 am IST)