Gujarati News

Gujarati News

News of Monday, 27th July 2020

કોરોના ચેપથી બચવા રેલવે સ્ટેશન પર QR સિસ્ટમ શરૂ

ટિકિટ લીધા વગર મળશે યાત્રીની તમામ માહિતી : યાત્રીએ ક્યુઆર કોડ બતાવવાનો રહશે : જેના કારણે ટિકિટને હાથ લગાવ્યા વગર જ ટિકિટ ચેકીંગ થઈ જશે

અમદાવાદ, તા. ૨૬ : કોરોનાનું સંક્રમણ  ન ફેલાય તે માટે સોશિયલ ડિસ્ટન્સનું  ખૂબ મહત્વ છે. ત્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા પેસેન્જર અને કર્મચારીનું સ્વાસ્થ્ય સલામત રહે તે પણ મહત્વનું છે. પેસેન્જર અને રેલવે કર્મચારીઓ એકબીજાના સીધા સંપર્કમાં ન આવે તે માટે ટ્રેન અને પ્લેટફોર્મ પર ક્યુઆર કોડ સિસ્ટમ શરૂ કરાઈ છે.

જેના કારણે પેસેન્જર અને ટીસી એક બીજાના સીધા સંપર્કમાં આવશે નહિ. જેના કારણે કોરોનાથી બચી શકાય. રેલવેની સહયોગી સંસ્થા સેન્ટર ફોર રેલવે ઈન્ફર્મેશન સિસ્ટમ દ્વારા પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ દ્વારા બુક થતી રિઝર્વ ટિકિટોની ચેકિંગ માટે ક્યુઆર કોડ આધારિત ચેકિંગ સિસ્ટમ વિકસાવી છે.

ક્યુઆર કોડ કેવી રીતે જનરેટ થશે. જેની માહિતી રેલવે અધિકારી ડી.એમ. શર્માએ જણાવ્યું હતું કે, ટ્રેનની ટિકિટ પેસેન્જર બૂક કરાવશે. એટલે પેસેન્જર જે મોબાઈલ નંબર રજિસ્ટ્રેશન કરાવ્યો હશે. તે નંબર પર મેસેજ આવશે. મેસેજમાં એક લિંંક હશે. જે લિંક ઓપન કરતા ક્યુઆર  કોડ ઓપન થશે. જેને ટીસી દ્વારા કોર્ડને સ્કેન કરવામાં આવશે. કોડ સ્કેન થતાની સાથે પેસેન્જરની વિગત મળી જશે. જોકે પેસેન્જર પોતાના મોબાઈલથી ક્યુઆર  કોડ બતાવવાનો રહશે. જેના કારણે પેસેન્જરના સંપર્કમાં રેલવે કર્મચારીઓ નહિ આવે અને ટિકિટને હાથ લગાવ્યા વગર જ ટિકિટ ચેકીંગ થઈ જશે.

ટિકિટ બૂક થતાની સાથે જ ક્યુઆર કોડ જનરેટ થઈ જશે.પરંતુ રાજધાની ટ્રેનમાં ક્યુઆર કોડને સ્કેન કરવાની સુવિધા શરૂ કરાઈ છે. પ્લેટફોર્મ પરથી તમામ પેસેન્જરના ક્યુઆર  કોડ સ્કેન કરીને જવા દેવાશે. જેથી તમામ પેસેન્જરની ટિકિટ પ્લેટફોર્મ થઈ જાય અને પેસેન્જરની માહિતી પણ મળી જશે.

(8:21 am IST)