Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

પ્લેયર ઓફ ધ મેચ બનેલા યૂજવેન્દ્ર ચહલ અને દીપક હૂડાની શાનદાર બેટિંગની મદદથી ભારતે રવિવારે આયરલેન્ડ સામે વરસાદના વિઘ્ન બાદ રમાયેલી પ્રથમ T20 મેચમાં સાત વિકેટે વિજય મેળવીને બે મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી

વરસાદના કારણે રમત શરૂ થવામાં વિલંબ થયો હતો અને મેચ 12-12 ઓવરની કરવામાં આવી હતી.

પ્લેયર ઓફ ધ મેચ બનેલા યૂજવેન્દ્ર ચહલ અને દીપક હૂડાની શાનદાર બેટિંગની મદદથી ભારતે રવિવારે આયરલેન્ડ સામે વરસાદના વિઘ્ન બાદ રમાયેલી પ્રથમ T20 મેચમાં સાત વિકેટે વિજય મેળવીને બે મેચની શ્રોણીમાં 1-0ની લીડ મેળવી લીધી હતી.

વરસાદના કારણે રમત શરૂ થવામાં વિલંબ થયો હતો અને મેચ 12-12 ઓવરની કરવામાં આવી હતી. હેરી ટેક્ટરના અણનમ 64 રનની મદદથી આયરલેન્ડે ચાર વિકેટે 108 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતીય ટીમ 9.2 ઓવરમાં ત્રણ વિકેટે 111 રન બનાવીને વિજય મેળવી લીધો હતો. હૂડાએ 29 બોલમાં છ બાઉન્ડ્રી અને બે સિક્સર વડે અણનમ 47 રન બનાવ્યા હતા. ઇશાન કિશને 11 બોલમાં 26 તથા સુકાની હાર્દિક પંડયાએ 12 બોલમાં એક બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર વડે 24 રનનું યોગદાન આપ્યું હતું. ક્રેગ યંગે 18 રનમાં બે વિકેટ ખેરવી હતી. આયરલેન્ડની ઇનિંગમાં મુખ્ય યોગદાન ટેક્ટરના અણનમ 64 રનનું રહ્યું હતું જેણે 33 બોલમાં છ બાઉન્ડ્રી અને ત્રણ સિક્સર ફટકારી હતી. ચહલે ત્રણ ઓવરમાં માત્ર 11 રન આપી એક વિકેટ ઝડપી હતી.

(1:09 am IST)