Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

IRS ઓફિસર નીતિન ગુપ્તાની CBDTના નવા ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવ્‍યા : નીતિન ગુપ્તા ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ની ઇન્કમટેક્સ કેડરનાં 1986ની બેચનાં ઓફિસર છે અને બોર્ડમાં ઇન્વેસ્ટિગેશન મેમ્બર તરીકે ફરજ બજાવી પર

નીતિન ગુપ્તા આવતા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના : નીતિન ગુપ્તાની નિયુક્તિનો 25 જૂને આદેશ આપવામાં આવ્યો: નીતિન ગુપ્તા ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ની ઇન્કમટેક્સ કેડરનાં 1986ની બેચનાં ઓફિસર

IRS ઓફિસર નીતિન ગુપ્તાની CBDTના નવા ચેરમેન તરીકે નિયુક્તિ કરવામાં આવી છે.

નીતિન ગુપ્તા ઈન્ડિયન રેવન્યૂ સર્વિસ (IRS)ની ઇન્કમટેક્સ કેડરનાં 1986ની બેચનાં ઓફિસર છે અને બોર્ડમાં ઇન્વેસ્ટિગેશન મેમ્બર તરીકે ફરજ બજાવી રહ્યા છે.

તેઓ આવતા વર્ષે સપ્ટેમ્બરમાં નિવૃત્ત થવાના છે. નીતિન ગુપ્તાની નિયુક્તિનો 25 જૂને આદેશ આપવામાં આવ્યો છે. એપોઇન્ટમેન્ટ કમિટી ઓફ કેબિનેટ દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ (CBDT)નાં ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ જ્યારે હોદ્દો સંભાળે ત્યારેથી તેમની નિયુક્તિ અમલી બનશે.

(12:48 am IST)