Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

ઉદ્ધવ સરકારના એક મંત્રીએ એકનાથ શિંદેના જૂથને ધમકી આપી છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ કહ્યું કે, જો બળવાખોર ધારાસભ્યો મુંબઈ એરપોર્ટ પર આવશે તો અડધા શિવસેના ભવન જશે અને બાકીનાને 72 કલાક સુધી જવા દેવામાં આવશે નહીં

આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું કે, આ બળવાખોરો નથી પણ ભાગેડુ છે

મહારાષ્ટ્રમાં વધી રહેલી રાજકીય લડાઈ વચ્ચે ઉદ્ધવ સરકારના એક મંત્રીએ એકનાથ શિંદેના જૂથને ધમકી આપી છે. મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના વરિષ્ઠ નેતા સુભાષ દેસાઈએ કહ્યું કે, જો બળવાખોર ધારાસભ્યો મુંબઈ એરપોર્ટ પર આવશે તો અડધા શિવસેના ભવન જશે અને બાકીનાને 72 કલાક સુધી જવા દેવામાં આવશે નહીં. ગોરેગાંવમાં આયોજિત શિવસેના ઉત્તર ભારતીય કાર્યકર્તા સંમેલનમાં સુભાષ દેસાઈએ આ બધી વાતો કહી.

સુભાષ દેસાઈએ કહ્યું, જે દિવસે તેઓ મુંબઈ આવશે, તેમાંથી અડધાથી વધુ શિવસેના ભવનમાં પ્રવેશ કરી લેશે અને બાકીનાને એરપોર્ટ છોડવા દેવામાં આવશે નહીં. સુભાષ દેસાઈએ કહ્યું કે, શિવસેના એટલું વિશાળ સંગઠન છે કે, 24 કલાક, 48 કલાક, 72 કલાક અથવા તેઓ કહે તેટલા લાંબા સમય સુધી એરપોર્ટનો ઘેરાવ કરીને રાખશે. શિવસેના મંત્રીએ કહ્યું કે, જો છત્રપતિ શિવાજીની તલવાર દુશ્મનોને ડરાવે છે તો એકનાથ શિંદે અને તેના બળવાખોર સાથીઓ અહીં આવતા ડરશે નહીં તો તેઓ બીજું શું કરશે.

મંત્રીએ કહ્યું કે, શિવસેના ભવનમાં એક ધાડ પડી છે, જો તે બળવાખોર ધારાસભ્યો મહારાષ્ટ્રના કોઈ પણ ભોંયરામાં હોતે તો મહારાષ્ટ્ર પોલીસ તેમને ખેંચીને લઇ આવી હોત, તેથી ડરીને તેઓ ગુવાહાટીમાં બેસીને ધમકીઓ આપી રહ્યા છે. તેમણે કહ્યું કે, તેઓ ત્યાં પરિવર્તનના સપના જોઈ રહ્યા છે, પરંતુ જો તેઓ મહારાષ્ટ્રમાં પરિવર્તન કરવા માંગતા હોય તો તેમણે આ મહારાષ્ટ્રની ધરતી પર આવવું પડશે.

બીજી તરફ આદિત્ય ઠાકરેએ એકનાથ શિંદે પર નિશાન સાધતા કહ્યું કે, આ બળવાખોરો નથી પણ ભાગેડુ છે. જેઓ ભાગી જાય છે તેઓ ક્યારેય જીતતા નથી. તેમણે કહ્યું, જો તમે બળવો જ કરવા માંગતા હતા તો, તે અહીંયા જ કરવો હતોને. જેઓ છેતરપિંડી કરે છે, જેઓ ભાગી જાય છે તેઓ ક્યારેય જીતતા નથી. અમને જીતનો વિશ્વાસ છે. આદિત્ય ઠાકરેએ કહ્યું કે, બળવાખોર ધારાસભ્યોએ મુંબઈ આવીને મારી આંખોમાં જોઈને કહેવું જોઈએ કે, અમે શું ખોટું કર્યું છે. જો તમારે બળવો કરવો હતો તો અહીં કરવો હતોને.

આ પહેલા રવિવારે (26 જૂન) શિવસેનાના સાંસદ સંજય રાઉતે બળવાખોર ધારાસભ્યોને ધમકી આપી હતી અને કહ્યું હતું કે, હવે અહીં માત્ર 40 ધારાસભ્યોના મૃતદેહ જ પરત આવશે, જેને અમે પોસ્ટમોર્ટમ માટે વિધાનસભા મોકલીશું.

(11:42 pm IST)