Gujarati News

Gujarati News

News of Monday, 27th June 2022

જુનિયર વકીલો માટે કેરળ સરકારનું મહત્વનું પગલું : 3 વર્ષથી ઓછી પ્રેક્ટિસ ધરાવતા વકીલોને માસિક રૂપિયા 3,000 નું સ્ટાઈપેન્ડ આપવામાં આવશે : 30 વર્ષથી ઓછી વયના અને વાર્ષિક એક લાખ રૂપિયાથી ઓછી આવક ધરાવતા વકીલોને લાગુ

કેરળ : કેરળ સરકારે 3 વર્ષથી ઓછી પ્રેક્ટિસ અને ₹1 લાખથી ઓછી વાર્ષિક આવક ધરાવતા 30 વર્ષથી ઓછી વયના વકીલો માટે ₹3,000નું માસિક સ્ટાઈપેન્ડ ફરજિયાત કરતો આદેશ જારી કર્યો છે.

26 જૂને જારી કરાયેલા સરકારી આદેશ (GO) એ સ્પષ્ટ કર્યું છે કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો માટે ₹1 લાખની વાર્ષિક આવક મર્યાદા લાગુ પડતી નથી.

બારમાં ત્રણ વર્ષથી ઓછી પ્રેક્ટિસ અને વાર્ષિક આવક કરતાં વધુ ન હોય તેવા વકીલોને દર મહિને ₹5,000 સુધીના સ્ટાઇપેન્ડની ચુકવણી માટે ડિસેમ્બર 2021માં બાર કાઉન્સિલ ઑફ કેરળ દ્વારા સૂચિત કરાયેલા કેરળ એડવોકેટ્સના સ્ટાઇપેન્ડ નિયમોને ધ્યાનમાં લીધા પછી આ GO જારી કરવામાં આવ્યો હતો.

નિયમો નક્કી કરે છે કે સ્ટાઈપેન્ડ કેરળ એડવોકેટ્સ વેલફેર ફંડમાંથી ટ્રસ્ટી કમિટી દ્વારા વિતરિત કરી શકાય છે જે કેરળ એડવોકેટ્સ વેલફેર ફંડ એક્ટ, 1980 ની કલમ 9 હેઠળ આવું કરવાની સત્તા ધરાવે છે.

ઉપરોક્ત નિયમો જાહેર થયા પછી, ટ્રસ્ટી સમિતિએ રાજ્ય સરકારને કેટલીક ભલામણો કરી, જેના આધારે નવો GO બહાર પાડવામાં આવ્યો.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

 

(7:28 pm IST)