Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

અમેરિકા બાદ યુએઈ દ્વારા મિશન વંદે વિમાન પર રોક

વિદેશમાં ફસાયેલા ભારતીય નાગરિકોની મુશ્કેલી વધી : હવે આંતરરાષ્ટ્રીય ઉડાન માટે પરમિશન લેવી જરુરી બનશે, ભારત દ્વીપક્ષીય કરારો માટે વિચારી રહ્યું છે

નવી દિલ્હી, તા. ૨૭ : ભારત અને અમેરિકા વચ્ચે વિમાન ઉડાનને લઈને વિવાદ પેદા થયો છે. હવે અમેરિકા બાદ યુએઈને મિશન વંદે ભારત વિમાન ઉડાણ સામે વાંધો પડ્યો છે. મીડિયા રિપોર્ટ અનુસાર યુએઈ દ્વારા એર ઈન્ડિયાની ઉડાણો પર રોક લગાવી દેવાઈ છે, પછી ભલે ભારતથી યુએઈના નાગરિકોને લઈ જઈ રહ્યું હોય. જો વંદે ભારત મિશન માટે ભારતથી દુબઈની ઉડાણ ભરવી છે, તો તેમણે(ભારત) દિલ્હી સ્થિત સંયુક્ત અરબ અમિરાતના દૂતાવાસ પાસેથી મંજૂરી લેવી પડશે.ભારત આંતરરાષ્ટ્રીય યાત્રી વિમાન ઉડાણના સંચાલનને ચાલુ રાખવાની બાબતને ધ્યાનમા રાખીને પ્રત્યેક દેશના વિમાનોને મંજૂરી આપવા માટે અમેરિકા, બ્રિટન, જર્મની અને ફ્રાન્સની સાથે દ્વિપક્ષીય કરાર કરવા પર વિચારણા કરી રહ્યું છે.

            આ દરમિયાન અમેરિકાના પરિવહન વિભાગે સોમવારે જાહેરાત કરી હતી કે તેમની મંજુરી વગર ભારત અને અમેરિકાની વચ્ચે ૨૨ જુલાઈથી એર ઈન્ડિયાના ચાર્ટડ ઉડાણોના સંચાલન પર રોક લગાવી દેવાઈ છે. ભારત સરકાર તરફથી બંને દેશોની વચ્ચે અમેરિકી વિમાનોના સંચાલન માટે મંજૂરી નહીં આપવાના જવાબમાં અમેરિકાએ નિર્ણય લીધો છે. ભારત સરકાર દ્વારા અમેરિકી વિંમાન કંપનીઓના ચાર્ટર્ડ વિમાનોને ભારત-અમેરિકા માર્ગ પર ઉડાણની મંજુરી નહીં આપવાના નિર્ણયને અમેરિકાએ ભેદભાવપૂર્વક અને પ્રતિબંધાત્મક ગણાવ્યો છે.

             અમેરિકાના પરિવહન વિભાગ(ડીઓટી) સત્તાવાર નિવેદનમાં સોમવારે કહ્યું કે એર ઈન્ડિયાના કોઈ પણ ચાર્ટર્ડ વિમાનને ભારત-અમેરિકા માર્ગ પર ૨૨ જુલાઈથી ત્યાં સુધી મંજૂરી નહીં અપાય જ્યાં સુધી ?વિભાગ ખાસ રીતે તેની મંજૂરી આપતો નથી. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પછી યુએઈનના ભારત સામે વિમાન ઉડાણની બાબતને લઈને વાંધો પડ્યો છે. સૂત્રોના કહેવા અનુસાર વિવાદ આગામી મહિનાઓમાં ઉકેલાઈ જશે.

(9:43 pm IST)