Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કાશ્મીરમાં નિર્દોષ કિશોરોનો માનવઢાલ તરીકે ઉપયોગ કરતા નરાધમ આતંકીઓ

નવી દિલ્હી તા. ર૭ :.. દેશમાં ચાલી રહેલ કોરોના સંકટ વચ્ચે અમેરિકન વિદેશ મંત્રાલયના રિપોર્ટમાં ભારત અંગે એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. જમ્મુ-કાશ્મીરમાં સરકારી ગતિવિધીઓને અંજામ આપવા માટે આતંકવાદી સંગઠનો ૧૪ વર્ષ સુધીની વયના બાળકોને ભરતી કરીને તેમનો ઉપયોગ કરી રહ્યા છે. રિપોર્ટમાં કહેવાયું છે કે મોટાભાગે છત્તીસગઢ અને ઝારખંડમાં ૧ર વર્ષ અથવા તેનાથી પણ ઓછી વયના બાળકોને જબરદસ્તી ભર્તી કરાયા હતાં.

અમેરિકન વિદેશ મંત્રાલયે ગુરૂવારે 'ટ્રાફીકીંગ ઇન પર્સન' રિપોર્ટ બહાર પાડયો છે. તેમાં કહેવામાં આવ્યું છે કે માઓવાદી ગ્રુપો એ સરકારી ગતિવિધીઓને અંજામ આપવા માટે ૧૪ વર્ષથી ઓછી વયના કિશોરોની ભર્તી કરી હતી. તેમાં સૌથી વધુ ભર્તી ઝારખંડ અને છત્તીસગઢમાં કરાઇ હતી. રિપોર્ટ અનુસાર, આતંકવાદી સંગઠનોએ આ કિશોરો કયારેક કયારેક માનવઢાલ તરીકે પણ ઉપયોગ કર્યો હતો.

રિપોર્ટમાં કહેવાયું છે કે ભારતે ર૦૧૯ માં માનવ તસ્કરીને ખતમ કરવા માટે ઘણા પ્રયત્નો કર્યા પણ તે લક્ષ્યના લઘુતમ માપદંડને  પુરા ન કરી શકયું. પરિસ્થિતિ એવી છે કે જમ્મુ -કાશ્મીરમાં માઓવાદી સંગઠનો સરકાર વિરોધી ગતિવિધીઓને અંજામ આપવા માટે આવા બાળકોની ભર્તી કરતા રહ્યાા અને તેમનો ઉપયોગ કરતા રહ્યા. એટલું જ નહીં, આ રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે માઓવાદી સંગઠનો સાથે સંકળાયેલી કેટલીક મહિલાઓ અને છોકરીઓનું કહેવું છે કે શિબિરોમાં યૌન હિંસા પણ થતી હતી.

(2:37 pm IST)