Gujarati News

Gujarati News

News of Friday, 26th June 2020

ચીનાઓ આડા ફાટયા: પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં 25 રૂ.નો જંગી વધારો ૧ લિટરના 100 રૂપિયા

ઉર્જા ક્ષેત્રે નીકળતા લેણા (લોન)ની ચુકવણી વધુ 10 વર્ષ મુલતવી રાખવા વિનંતીને ચીને ફગાવી દેતા ભાવમાં ભડકો

પાકિસ્તાને પેટ્રોલના ભાવ 74.52 થી વધારી સીધા 100.10 રૂ. અને હાઈ સ્પીડ ડીઝલના ભાવ 80.15 રૂ. થઈ સીધા વધારીને 101.46 રૂ. કરી નાખ્યા છે. કેરોસીનના ભાવ પણ પ્રતિ લિટરના રૂ. 35.56 થી વધારી 59.06 કરી નાખ્યા છે  (ટાઈમ્સ ઓફ ઇસ્લામાબાદ)

 પાકિસ્તાને ચીનને ઉર્જા ક્ષેત્રે નીકળતા લેણા (લોન)ની ચુકવણી વધુ 10 વર્ષ મુલતવી રાખવા વિનંતી કરી છે પણ ચિની કમ્પનીઓ ઘસીને સમય વધારી આપવા ઇનકાર કરતા હવે પાકિસ્તાન સરકાર વીજળી અને પેટ્રોલના ભાવ વધારી રહી છે. પેટ્રોલના ભાવમાં 1 લીટરે 25 થી 30 રૂપિયા વધારો ઝીંકાયો.

(12:25 am IST)
  • રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળેલી ચીનની સહાય અને લડાખ સરહદે ઘૂસણખોરીને શું નિસ્બત છે ? : 15 વર્ષ પહેલા મળેલી રકમનો અત્યારે ઉલ્લેખ કરીને ધ્યાન ભટકાવવાની ભાજપની કોશિષ : ચીનની ઘૂસણખોરી મામલે જવાબ આપવાને બદલે કોંગ્રેસને વચ્ચે લેવાની શું જરૂર હતી ? : શિવસેનાના મુખપત્ર ' સામના ' માં ધખધખતો લેખ access_time 8:14 pm IST

  • જામનગરમાં વધુ બે પોઝિટીવ કેસ નોંધાયા: શહેરના ઘાચીની ડેલી,બાપા શેઠના ડેલા વિસ્તારની 45 વર્ષીય મહિલા અને ઘાચીની ખડકી વહેવારીયા મદરેસાની સામે,વિસ્તારના 45 વર્ષના પુરુષ પણ સંક્રમિત : જિલ્લાનો કુલ આંક 188 થયો access_time 7:14 pm IST

  • સરહદ ઉપર નેપાળે રસ્તો બનાવવાનું કામ શરૂ કરી દીધું: સેના ખડકી : ધારચુલા તિનકર રોડ ઉપર રોડના નિર્માણ કાર્યથી ચીનને ફાયદો થશે, નેપાળ આસાનીથી પહોંચી શકશે access_time 3:56 pm IST