Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

PM રાહત ફંડના નાણા રાજીવ ફાઉન્ડેશનમાં જતા

ભાજપ દ્વારા કોંગ્રસ પર આક્ષેપોનો મારો

નવી દિલ્હી, તા. ૨૬પૂર્વી લદ્દાખમાં ભારત-ચીન સીમા વિવાદ પર ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે  ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસ પર વાક્બાણ છોડ્યા છે. ભાજપા અધ્યક્ષ જેપી નડ્ડાએ આરોપ લગાવતા કહ્યું કે ભારતના લોકોએ પોતાના લોહી અને પરસેવાની કમાણી ઁસ્દ્ગઇહ્લમાં દાન કરતા હતા જેને કોંગ્રેસ પાર્ટી એક પરિવારના ફાઉન્ડેશનમાં ફેરવી દેઈને લોકોને છેતરતી હતી. જે પી નડ્ડાએ ટ્વીટ કરીને કહ્યું કે, ભારતના લોકોએ પોતાના પરસેવાની કમાણી ઁસ્દ્ગઇહ્લમાં દાન કરી હતી. કોંગ્રેસ પાર્ટી દાનની રકામને એક પરિવાના ફાઉન્ડેશનમાં ફેરવી દેતી હતી અને લોકો સાથે છેતરામણી કરતી હતી. યૂપીએ સરકારમાં લોકો રાજીવ ગાંધી ફાઉન્ડેશનમાં દાન કરતા હતા જેના અધ્યક્ષ સોનિયા ગાંધી હતા.

        આ અગાઉ તેમણે આરોપ લગાવ્યો હતો કે ૨૦૦૫-૦૬માં રાજીવ ગાંધી ફાઉન્ડેશનને ચીન પાસેથી ત્રણ લાખ અમેરિકન ડોલરની મદદ મળી હતી. પાર્ટી અધ્યક્ષે કહ્યું કે કોંગ્રેસને જણાવવું જોઈએ કે આટલી મોટી રકમ કયા કારણસર રાજીવ ગાંધી ફાઉન્ડેશનને મળી હતી. ફાઉન્ડેશનના અધ્યક્ષ કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી હતા. તેમજ પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ફાઉન્ડેશનના સભ્યો છે.

(12:00 am IST)