Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોદી સરકાર રોજગારી માટે ઉઠાવશે મહત્વનું પગલું :લાખો લોકોને મળશે નોકરી :પ્રોફેસરોની ભરતી અંગે લોકસભામાં પસાર કરશે બિલ

સુપ્રીમ કોર્ટમાં યુનિવર્સિટીની ભરતીનાં રોસ્ટર પ્રોસેસમાં પરિવર્તન કરાતા ભરતી પ્રક્રિયા અટકી

 

નવી દિલ્હી :મોદી સરકાર રોજગારી માટે મોટું પગલું લેવા જઈ રહી છે યુનિવર્સિટીમાં પ્રોફેસરની ભરતી અંગેનું એક બિલ સરકાર લોકસભામાં પાસ કરવા જઇ રહી છે.કેન્દ્રીય શૈક્ષણીક સંસ્થા (શિક્ષક સંવર્ગ માટે અનામત) બિલ લોકસભામાં રજુ કરશે  બિલ પાસ થયા બાદ યુનિવર્સિટીમાં આશરે ખાલી પડેલા 7 હજારથી વધારે ખાલી પદ ભરવા માટેની પ્રક્રિયા ચાલુ કરાશે 

 અત્રે ઉલ્લેખનીય છે કે સેન્ટ્રલ યુનિવર્સિટીમાં આશરે 7 હજારથી વધારે પદ ખાલી છે.સમગ્ર દેશની કેન્દ્રીય અને રાજ્યની યુનિવર્સિટીનો કુલ સરવાળો કરવામાં આવે તો 1 લાખથી પણ વધારે પદ ખાલી છે. બિલને પાસ થયા બાદ તમામ ખાલી પડેલી પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા ચાલુ થઇ જશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટમાં યુનિવર્સિટીની ભરતીનાં રોસ્ટર પ્રોસેસમાં પરિવર્તન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદથી ભરતી પ્રક્રિયા અટકી ગઇ હતી

  ચૂંટણી પહેલા સરકાર સુપ્રીમ કોર્ટના આદેશનો વિરોધને જોતા અધ્યાદેશ લાવી હતી. હવે ચૂંટણી બાદ સરકાર તેને બિલ તરીકે રજુ કરીને યુનિવર્સિટીમાં ખાલી પડેલા લાખો પદને ભરવા માટેના સંકેત આપ્યા છે. પહેલા બિલ લોકસભામાં પાસ થશે, પછી રાજ્યસભામાં પાસ થઇને કાયદાનું સ્વરૂપ ધારણ કરશે. જો કે બિલને લગભગ તમામ પક્ષોનું સમર્થન છે.

  જેથી કહી શકાય કે હવે ટુંક સમયમાં યુનિવર્સિટીની ખાલી પડેલી લાખો જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. સરકાર દ્વારા તે અંગેની તૈયારીઓ ચાલુ પણ કરી દેવાઇ છે. જો કે ખરડો કાયદો બને તે માટે લોકસભા ઉપરાંત રાજ્યસભામાં પસાર થાય તે જરૂરી છે. લોકસભામાં ભાજપ/એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી છે પરંતુ રાજ્યસભામાં એનડીએ પાસે સ્પષ્ટ બહુમતી નથી.

(12:55 am IST)