Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ઇન્દોરમાં અધિકારીને બેટથી ફટકારનાર ભાજપના ધારાસભ્ય આકાશની જમીન અરજી ફગાવી કોર્ટે સુનાવણીનો કર્યો ઇન્કાર

11 જુલાઇ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલાયો :હવે સુનવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થશે.

 

ઇન્દૌર: નગર નિગમના અધિકારીને બેટ ફટકારવાના મામલે ભાજપના ધારાસભ્ય આકાશ વિજયવર્ગીયની જામીન અરજી કોર્ટે ફગાવી છે. હવે મામલાની સુનવણી ભોપાલની વિશેષ કોર્ટમાં થશે

  એડિશનલ સેશન્શે જજે અરજી ફગાવવા પાછળ ક્ષેત્રીય અધિકારથી બહારનો મામલો હોવાની દલીલ કરી. ભોપાલની વિશેષ કોર્ટમાં મધ્યપ્રદેશના ધારાસભ્યો અને સાંસદો સાથે જોડાયેલા મામલાની સુનવણી થયા છે.

   નગર નિગમના એક ભવન નિરીક્ષકને બેટથી માર મારવાના મામલે ધરપકડ બાદ ભાજપના ધારાસભ્યનેકોર્ટમાં રજૂ કરાયા હતા. કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ આકાશ વિજયવર્ગીયની જામીન અરજી ફગાવી દીધી હતી. તેમને 11 જુલાઇ સુધી જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકવી દેવામાં આવ્યા હતા.

(11:45 pm IST)