Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

નિરવ મોદીના રિમાન્ડ ૨૫ જુલાઈ સુધી વધારી દેવાયા

જેલમાંથી વિડિયો લિંક મારફતે કોર્ટમાં ઉપસ્થિત : નિરવ મોદીને હાલમાં કોઇ રાહત નહીં મળે તેવી શક્યતા

લંડન, તા. ૨૭ : બ્રિટનની કોર્ટે પંજાબ નેશનલ બેંક છેતરપિંડી અને મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં વોન્ટેડ ફરાર હિરા કારોબારી નિરવ મોદીની રિમાન્ડ ૨૫મી જુલાઈ સુધી વધારી દીધી હતી. ૪૮ વર્ષીય નિરવ મોદીને ભારત લાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. બ્રિટનમાંથી તેને ભારત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. દક્ષિણ પશ્ચિમ લંડનમાં રહેલી જેલમાં હાલમાં નિરવ મોદી સજા ગાળી રહ્યો છે. માર્ચ મહિનામાં નિરવ મોદીની ધરપકડ કરવામાં આવી હતી. ૧૨મી જૂનના દિવસે બ્રિટનની હાઈકોર્ટે નિરવ મોદીની જામીન અરજીને ફગાવી દીધી હતી. જામીન મેળવવા માટે ચોથી વખત પ્રયાસ કરવામાં આવ્યા હતા. મે મહિનામાં તેની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું જ્યારે ગયા વર્ષે જુલાઈ મહિનામાં બીજી વખત વોરંટ જારી કરવામાં આવ્યું હતું.

ઓગસ્ટ ૨૦૧૮માં બ્રિટિશ સત્તાવાળાઓ સમક્ષ તેના પ્રત્યાર્પણ માટે વિનંતી પણ કરવામાં આવી હતી. નિરવ મોદી આજે જેલમાંથી રુટિન રિમાન્ડની સુનાવણી માટે વાયા વિડિયો લિંક ઉપસ્થિત થયો હતો. નિરવ મોદીની ૧૯મી માર્ચના દિવસે પ્રત્યાર્પણ વોરંટ ઉપર સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદથી નિરવ મોદી સતત જેલમાં રહ્યો છે. બ્રિટનના કાયદા હેઠળ નિરવ મોદીને દરેક ચાર સપ્તાહમાં કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવે છે. અન્ય રિમાન્ડની સુનાવણી હવે ૨૯મી જુલાઈના દિવસે હાથ ધરવામાં આવશે. બ્રિટિશ ક્રાઉન પ્રોસીક્યુશન સર્વિસ ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરે છે. જુદી જુદી પોઝિશનને લઇને સ્પષ્ટતા કરવામાં આવી ચુકી છે. નિરવ મોદીના મામલામાં ૨૯મી જુલાઈના દિવસે વધુ સુુનાવણી હાથ ધરવામાં આવશે. પ્રત્યાર્પણ ટ્રાયલ માટે ટાઈમલાઈનની તારીખ ૨૯મી જુલાઈ નક્કી કરવામાં આવી છે.

(9:20 pm IST)