Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મહારાષ્ટ્ર સરકારને મરાઠા અનામત પર બોમ્બે હાઇકોર્ટે આપી લીલીઝંડી

અનામત 50 ટકાથી વધારે ન હોવી જોઇએ પરંતુ કેટલાક અપવાદના મામલે પછાત આયોગ નિર્ણય લઇ શકે

મુંબઈ : બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્ર સરકારની તરફથી આપવામાં આવેલ મરાઠા અનામતને લીલીઝંડી આપી છે. મરાઠા અનામતની કાયદા પર સવાલ ઉઠાવતી એક અરજી પર સુનાવણી કરતા આ નિર્ણય લીધો છે. બોમ્બે હાઇકોર્ટે અરજી પર સુનાવણી કરતા કહ્યું કે અનામત 50 ટકાથી વધારે ન હોવી જોઇએ પરંતુ કેટલાક અપવાદના મામલે પછાત આયોગ તેના પર નિર્ણય લઇ શકે છે.

  બોમ્બે હાઇકોર્ટે એમ પણ કહ્યું કે સવર્ણોને આપવામાં આવેલ અનામત 16 ટકા ન હોવું જોઇએ પરંતુ પછાત આયોગ તરફથી પ્રસ્તાવિત 12થી 13 ટકા અનામત આપવામાં આવી શકાય છે.

   મહારાષ્ટ્ર સરકારે સરકાપી નોકરીઓ અને શેક્ષણિક સંસ્થાનોમાં મરાઠી સમાજને 16 ટકા અનામત આપનાર વિધેયક વિધાનમંડળમાં પસાર કર્યું હતું. સરકારના આ નિર્ણયને પડકારકતી એક અરજી કોર્ટમાં કરવામાં આવી હતી. કેટલાક લોકો સરકારના નિર્ણયના સમર્થનમાં પણ હતા. ચૂંટણી વર્ષમાં કોર્ટનો આ નિર્ણયની મોટી અસર પડી શકે છે.

   ગત વર્ષે 20 નવેમ્બરે મહારાષ્ટ્ર સરકારે નોકરીઓ અને શિક્ષણ સંસ્થાનોમાં મરાઠા સમુદાયને પછાત વર્ગ શ્રેણી હેઠળ 16 ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. તેને લઇને ફડણવીસ સરકારે વિધાનમંડળમાં વિધેયક પસાર કર્યું હતું. પરંતુ મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.

(6:09 pm IST)