Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ગુજરાત-યુપી એટીએસનું સફળ ઓપરેશનઃ સરહદી વિસ્તારોની સૈન્યની માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હતા

કચ્છમાંથી ર પાક. જાસુસ ઝડપાયાઃ ISI માટે કામ કરતા હતા

દેશદ્રોહી પ્રવૃતીની શંકાના આધારે અબડાસાના બાલાસર અને નખત્રાણા પંથકના શખ્સની પુછપરછ

 ભુજ, તા., ૨૭: કચ્છમાં દેશદ્રોહી પ્રવૃતીની શંકાના આધારે ર પાકિસ્તાની જાસુસને ગુજરાત એટીએસની ટીમે ઝડપી લેતા ખળભળાટ મચી ગયો છે.

આ શખ્સ આઇએસઆઇ એજન્ટ હોવાનું ખુલ્યું છે. ગુજરાત એટીએસ કચ્છ પોલીસના સંપર્ક છે અને સુરક્ષા એજન્સીઓ દ્વારા સંદિગ્ધ જાસુસોની પુછપરછ હાથ ધરાઇ છે.

જાણવા મળતી વિગત અનુસાર આ બંને આઇએસઆઇ માટે કામ કરતા હતા અને સરહદી વિસ્તારની સૈન્યની માહિતી પાકિસ્તાનને પહોંચાડતા હતા.

ઉત્ત્।રપ્રદેશ એટીએસની ટીમે છેલ્લા બે દિવસથી કચ્છમાં ધામા નાખીને બે યુવાનોની શરૂ કરેલી પૂછપરછે ચકચાર સર્જી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઉત્ત્।રપ્રદેશ એટીએસની ટીમે ગુજરાત એટીએસની મદદ લઈને પશ્ચીમ કચ્છના છેવાડાના અબડાસા તાલુકાના બાલાસર ગામના યુવાનને ઉઠાવીને તેની પૂછપરછ કરતા તેના મોબાઈલ ફોનના આધારે નખત્રાણાના અન્ય યુવાનને પણ ઉઠાવાયો હતો. દરમ્યાન જાણવા મળતી વિગતો અનુસાર અબડાસા અને નખત્રાણાના આ બન્ને યુવાનોને દેશદ્રોહી પ્રવૃત્ત્િ।ઓની શંકાના આધારે ઉઠાવીને યુપી તેમજ ગુજરાત એ બન્ને રાજયોની એટીએસ ટીમ દ્વારા ભુજની ડીએસપી કચેરીમાં પૂછપરછ કરાઈ રહી છે.

જો કે આ મામલે કોઇ સતાવાર માહિતી અપાઈ નથી પણ જાણવા મળતી વિગતો મુજબ આ બન્ને યુવાનોના મોબાઈલ ફોનમાં મળેલી વિગતો અને યુપીના શકમંદ શખ્સો સાથેના તેમના મોબાઈલ મેસેજને આધારે તેમને એટીએસે ઉઠાવ્યા છે.

જા ેકે અબડાસાના બાલાસર ગામનો યુવાન અગાઉ પણ શકના દાયરામાં રહી ચુકયો છે. પશ્ચીમ કચ્છ એસઓજીએ એટીએસ દ્વારા બન્ને શકમંદ યુવાનોની પૂછપરછ ચાલી રહી હોવાની વાતને સમર્થન આપ્યું છે.

(3:18 pm IST)