Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભારતની માંગણી પર સ્વીસ બેંકે લીધુ પગલુ

નીરવ મોદીના સ્વીસ બેંકના ચાર ખાતા સીઝ થયા : રૂ. ર૮૩ કરોડ હતા જમા

નવી દિલ્હી, તા. ર૭ : પંજાબ નેશનલ બેન્ક (PNB) કૌભાંડના મુખ્ય આરોપી અને ભાગેડુ નીરવ મોદી પર એજન્સીઓએ મોટું પગલું ભર્યું. તપાસ એજન્સીઓએ આ કેસમાં નરીવ મોદી અને તેમની બહેન પૂર્વી મોદી સાથે જોડાયેલ ચાર બેન્ક ખાતાને સ્વિટ્ઝરલેન્ડમાં સીઝ કર્યા છે. નીરવ અને પૂર્વીના આ ખાતામાં અંદાજે 283.16 કરોડ રૂપિયા જમા હતા. આપને જણાવી દઇએ કે નીરવ મોદી પર પંજાબ નેશનલ બેન્કને અંદાજે 13000 કરોડ રૂપિયાનો ચૂનો લગાવાનો આરોપ છે. આ બાબતે પર સ્વિસ બેન્કની તરફથી એક રીઝીલ

પણ રજૂ કરાઇ છે, તેમાં કહ્યું છે કે ભારતની માંગ પર તેમણે નીરવ અને પૂર્વી મોદીના ચાર ખાતા સીઝ કરી દીધા છે. આ બાબતમાં સતત બીજી મોટી સફળતા છે. આની પહેલાં બુધવારના રોજ આ કૌભાંડના બીજા આરોપી મેહુલ ચોકસીનું હવે ભારત પ્રત્યર્પણ કરી શકશે તેનો રસ્તો સાફ થઇ ગયો છે. એન્ટિગુઆના વડાપ્રધાને નિવેદન આપ્યું હતું કે અમે મેહુલ ચોકસીની નાગરિકતા રદ્દ કરી રહ્યા છીએ, હવે તેની પાસે કોઇ કાયદાકીય રસ્તો બચતો નથી.

એવામાં હવે નીરવ મોદીને લઇ આ મોટા સમાચાર આવવા એજન્સીઓ માટે મોટી જીત છે. આપને જણાવી દઇએ કે નીરવ મોદી હજુ લંડનમાં છે અને ન્યાયિક કસ્ટડીમાં છે. તે ચાર વખત કોર્ટમાં જામીન માટે અરજી કરી ચૂકયો છે પરંતુ દર વખતે તેને નિષ્ફળતા જ હાથ લાગી છે. લંડનની કોર્ટે દર વખતે તેની અરજીને નકારી દીધી છે.

ફેબ્રુઆરી 2018માં જયારે PNB કૌભાંડ દેશની સામે આવ્યું હતું, ત્યારથી જ નીરવ મોદી ભાગેડુ છે અને એજન્સીઓ તેની શોધ કરી રહ્યું છે. ત્યારથી લઇને અત્યાર સુધી તેની દેશમાં કેટલાય કરોડ રૂપિયાની સંપત્ત્િ। જપ્ત થઇ ચૂકી છે. પરંતુ આ વખતે વિદેશી સંપત્ત્િ। પર મોટો હાથ લાગ્યો છે.

આ વર્ષે 19મી માર્ચના રોજ નીરવ મોદીની લંડનમાં ધરપકડ કરાઇ હતી. ત્યારથી જ ભારતીય એજન્સીઓએ તેમને ભારત લાવવામાં મદદ કરી છે અને બ્રિટનની સાથે તેના પ્રત્યર્પણની વાત કરાય રહી છે. ભારતમાં સીબીઆઈ અને ઇડી નીરવ મોદી સાથે જોડાયેલા કેસની તપાસ કરી રહ્યું છે.

નીરવ મોદી હાલ લંડનમાં છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર કામ કરી રહી છે. જયારે બીજી તરફ નીરવ મોદી આજે વીડિયો કોન્ફરન્સ દ્વારા લંડનની કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરાશે. વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિયમિત કસ્ટડી પર સુનાવણી માટે બધી તૈયારીઓ પુરી કરી દેવાઈ છે.

આ પહેલા ઈડીએ નીરવ મોદીની મોંઘીદાટ કારની હરાજી કરી બે કરોડ ૯ લાખની રકમ મેળવી હતી. ઈડીએ નીરવ મોદીની સાતમાંથી પાંચ કારની હરાજી કરી હતી. નીરવ મોદી બાદ મેહુલ ચોકસીની ૧૩માંથી ૧૨ કારની હરાજી કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને વિદેશ ફરાર છે.

નીરવ મોદી લંડન અને મેહુલ ચોકસી એન્ટીગુઆમાં છે. બન્ને ભાગેડુને ભારત લાવવા માટે સરકાર તમામ પ્રયાસો કરી રહી છે. ત્યારે નીરવ મોદી લંડનમાં કાયદાકીય કાર્યવાહીનો સામનો કરી રહ્યા છે

(3:17 pm IST)