Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સ્વિત્ઝર્લેન્ડમાં નીરવ મોદીની બહેન પૂર્વી મોદીના બેન્ક ખાતા સીઝ :60 લાખ ડોલરની સંપત્તિ જપ્ત

વીડિયો કોન્ફરન્સ દ્વારા લંડનની કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરાશે

નવી દિલ્હી :પીએનબીને કરોડો રૂપિયાનો ચૂનો લગાવનાર નીરવ મોદી વિરૂદ્ધ કડક કાર્યવાહી કરાઈ છે સ્વિત્ઝરલેન્ડમાં નીરવ મોદી અને તેની બહેન પુર્વી મોદીના ચાર જેટલા બેંક ખાતા સીઝ કરવામાં આવ્યા. આ બેંક ખાતામાં ૬૦ લાખ અમેરિકન ડોલર હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે.

   નીરવ મોદી હાલ લંડનમાં છે. નીરવ મોદીના પ્રત્યાર્પણ માટે ભારત સરકાર કામ કરી રહી છે. જ્યારે નીરવ મોદીને વીડિયો કોન્ફરન્સ દ્વારા લંડનની કોર્ટમાં સુનાવણી માટે રજૂ કરાશે. વેસ્ટમિંસ્ટર મેજીસ્ટ્રેટ કોર્ટમાં નિયમિત ક્સ્ટડી પર સુનાવણી માટે બધી તૈયારીઓ પુરી કરી દેવાઈ છે.

   આ પહેલા ઈડીએ નીરવ મોદીની મોંઘીદાટ કારની હરાજી કરી બે કરોડ ૯ લાખની રકમ મેળવી હતી. ઈડીએ નીરવ મોદીની સાતમાંથી પાંચ કારની હરાજી કરી હતી. નીરવ મોદી બાદ મેહુલ ચોકસીની ૧૩માંથી ૧૨ કારની હરાજી કરવામાં આવી હતી. નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોકસી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવીને વિદેશ ફરાર છે.

(1:10 pm IST)