Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

ભારત કે પાકિસ્તાન?: કોને મળશે હૈદરાબાદના નિઝામના ૩૦૮ કરોડ?

આ બાબતે છ અઠવાડીયામાં નિર્ણય આવે એવી શકયતા

નવી દિલ્હી તા. ર૭ :.. લંડનના બેન્ક ખાતામાં જમા થયેલા હૈદરાબદના નિઝામના ૩૦૮ કરોડ (૩પ મિલ્યન પાઉન્ડ) કરતાં પણ વધુ રકમને લઇને ભારત અને પાકિસ્તાન વચ્ચેનો વિવાદ અંતિમ તબકકામાં પહોંચ્યો છે. આ બાબતે છ અઠવાડીયામાં નિર્ણય આવશે એવી અપેક્ષા છે.

નિઝામના વંશજ, પ્રિન્સ રાજકુમાર મુકર્રમ જાહ, હૈદરાબાદના આઠમા નિઝામ અને તેમના નાના ભાઇ મફખમ જાહેર લંડનમાં નેટવેબ બેન્ક પીએલસી પાસે રાખેલાં ફંડોના સંદર્ભમાં પાકિસ્તાન સરાકર સામે કાનુની લાડઇમાં ભારત સરકાર સાથે હાથ મિલાવ્યા છે.

હકિકતમાં, આ રકમ ૧૯૪૮ માં હૈદરાબાદના તત્કાલિન નિઝામ ઉસ્માન અલી ખાને નવા રચાયેલા પાકિસ્તાનના યુકેના ઉચ્ચ કમિશનર હબીબ ઇબ્રાહીમ રાહિમાટોલાના લંડનના બેન્ક ખાતામાં જમા કરાવી હતી. ભારત સમર્થક નિઝામના વંશજોનો દાવો છે કે એ રૂપિયા પર તેમનો હક છે. અને પાકિસ્તાનનો આ દાવો ખોટો છે.

પોતાના મૃત્યુનાં બે વર્ષ પહેલાં ૧૯૬પ માં નિઝામે આ પૈસા ભારતને લેખિતમાં સોંપવામાં આવે એવી વાત કરી હતી, જયારે પાકિસ્તાન બે દાયકા પહેલાં સાચવવા આપવામાં આવેલી રકમ પર પોતાનો દાવો લગાવી રહ્યો છે.

(11:24 am IST)