Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રૂ. ૧, ૨, ૫,૧૦નાં સિક્કાઓ વેપારી અને બેન્કોએ સ્વીકારવા જ પડશે

બધા જ સિક્કા માન્ય છેઃ કોઇ ના પાડી ન શકે

મુંબઇ, તા.૨૭: જો હવે ગ્રાહક હોય કે વેપારી બધાએ ૫, ૧૦ રૂપિયાનાં અને ૫૦ પૈસાનાં સિક્કાઓ સ્વીકારવા પડશે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ એક પરિપત્ર જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે રૂપિયા ૧, ૨, ૫, ૧૦ અને ૫૦ પૈસાનાં સિક્કાઓ વેપારીઓએ અને બેન્કોએ બધાંએ સ્વીકારવા જોઈએ. દરેક પ્રકારનાં સિક્કાઓ માન્ય અને ચલણમાં માન્ય અને કાયદેસર ચલણ માટે ચાલુ જ રહેશે.

આરબીઆઈમાંથી વ્યકિતગત મોબાઇલ પર મેસેજ પણ આવી રહ્યાં છે જેમાં પણ ૧૦ રૂપિયાનાં સિક્કાઓ સ્વીકારવાનું કહેવામાં આવ્યું છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, '૧૦ રૂપિયાનાં સિક્કાની ૧૦ અને ૧૫ ઊભી રેખાઓ સાથે એમ બે ડિઝાઇન છે. બંન્ને વૈદ્ય છે. તેમનો બેધડક સ્વીકાર કરો.'

ઘણી જગ્યાએ ૫,૧૦ રૂપિયાનાં અને ૫૦ પૈસાનાં સિક્કાઓનો સ્વીકાર કરવામાં નથી આવતો. ઘણાં લોકોને આશંકા છે કે આ સિક્કાઓ ચલણમાં નથી. આરબીઆઈ આવા સિક્કાઓ માન્ય ગણશે નહીં. આ અફવાઓથી દૂર રહીને તમામ સિક્કાઓ સ્વીકારવા માટે રિઝર્વ બેંકે એક પરિપત્રનાં માધ્યમથી જણાવ્યું છે. બેન્કોએ પણ આ સિક્કાઓ સ્વીકારવાની ના પાડવી જોઇએ નહીં.

(10:06 am IST)