Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ, ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે

ઓસાકા, તા.૨૭: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી G-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચી ગયા છે. જાપાનના ઓસોકામાં યોજાનારા G-20 શિખર સંમેલનમાં પીએમ મોદી ફ્રાંસ, જાપાન, ઇન્ડોનેશિયા, અમેરિકા અને તુર્કી સહિત ૧૦ દેશો સાથે દ્વિપક્ષીય વાતચીત કરશે. વડાપ્રધાન મોદી બ્રિકસ એટલે કે બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાના નેતાઓ સાથે બેઠક કરશે. આ ઉપરાંત તેઓ રિક એટલે કે રશિયા-ચીન-ભારતના નેતાઓ સાથે વાતચીત કરશે.

G-20 શિખર સંમેલન ૨૭-૨૯ જૂન વચ્ચે યોજાશે. જી-૨૦ શિખર સંમેલન ૨૭-૨૯ જૂનની વચ્ચે યોજાશે. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાન G-20 બેઠકમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિત અનેક નેતાઓ સાથે મુલાકાત કરશે. આ દરમિયાન આતંકવાદ અને વેપાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે. G-20 શિખર સંમેલનમાં ભાગ લેવા માટે ટ્રમ્પ ૨૭ જૂનના રોજ જાપાન જવા માટે રવાના થશે. ભારતમાં તાજેતરમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી બાદ ટ્રમ્પ અને મોદી વચ્ચે આ પ્રથમ મુલાકાત હશે.

ઓસાકા માટે રવાના થતા પહેલા પીએમ મોદીએ કહ્યુ હતુ કે હું વિશ્વનેતાઓ સમક્ષ આપણી દુનિયા સામે ઉભા થયેલા પડકારો બાબતે ચર્ચા કરવા માટે ઉત્સુક છું. મહિલા સશકિતકરણ, ડિજિટાઇઝેશન અને જળવાયુ પરિવર્તન જેવી વૈશ્વિક સમસ્યાઓનું સમાધાન અમારી આ બેઠકનો મુખ્ય મુદ્દો રહેશે.

વડાપ્રધાન મોદી ગુરુવારે સવારે જાપાનના ઓસાકામાં હોટલ સ્વિસોટલ નનકઈ પહોંચ્યા ત્યારે ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. આ દરમિયાન મોદીએ હાજર લોકો સાથે હાથ મિલાવ્યો હતો. અહીં લોકોએ મોદી-મોદીના નારા પણ લગાવ્યા હતા. એક બાળકે જયારે પીએમ મોદીને પૂછ્યું કે તમે કેમ છો ત્યારે મોદીએ બાળકને હસીને જવાબ આપ્યો હતો.

વિદેશ મંત્રાલયના સૂત્રોનું કહેવું છે કે પીએમ મોદી જાપાન-અમેરિકા-ભારતના પ્રમુખોની બેઠક ઉપરાંત ચીન-રશિયા-ભારતના પ્રમુખોની બેઠકમાં ભાગ લેશે. આ ઉપરાંત બ્રિકસ દેશોના રાષ્ટ્ર પ્રમુખોની બેઠક થવી પણ લગભગ નક્કી છે. નોંધનીય છે કે ગત વર્ષે આજર્િેન્ટનાના બ્યૂનસ આયર્સમાં G-20 શિખર સંમેલનમાં ભારતનો દબદબો રહ્યો હતો. અહીં વડાપ્રધાન મોદીએ જય (J A I - જાપાન, અમેરિકા, ઇન્ડિયા)નો નારો આપ્યો હતો.

(10:03 am IST)