Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

મોદી અને ટ્રમ્પ બન્ને સાહસિક :જરૂર પડ્યે જોખમ લેવાથી ડરતા નથી :યુએસ વિદેશમંત્રી માઈક પોમ્પિયો

એસ-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા સૌદા મામલે ભારતે સ્પષ્ટ કહ્યું અમે તે જ કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે.

 

નવી દિલ્હી :અમેરિકાના વિદેશમંત્રી માઈક પૉમ્પિયો "બે દિવસની ભારત મુલાકાતે આવેલાં છે પોમ્પિયોએવડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. હતી પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાતમાં ભારતની રશિયા સાથે એસ-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા સૌદા પર વાતચીત કરી.

  દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે અમે તે કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે. પોમ્પિયોએ કહ્યું કે આપણી પાસે મોદી અને ટ્રમ્પ બે એવા નેતા છે, જે જરૂર પડવા પર જોખમ લેવાથી ડરતાં નથી.

બંને વિદેશ મંત્રીઓએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

  દરમિયાન જયશંકરે પૂછ્યું કે શું અમેરિકાના કાટ્સા કાયદાની અસર ભારતના રશિયા સાથેના એસ-400 ડીલ પર પડશે. જયશંકરે કહ્યું- આપણાં અનેક દેશો સાથે સંબંધ છે. આપણી અનેક ભાગીદારી છે અને તેનો ઈતિહાસ છે. અમે તે કરીશું જે આપણાં દેશના હિતમાં હશે. તેનો એક ભાગ દરેક દેશની સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ પર પણ છે, જે અંતર્ગત બીજા દેશોના હિતોને પણ સમજવા અને પ્રશંસા કરવી જરૂરી છે.

(12:00 am IST)