Gujarati News

Gujarati News

News of Wednesday, 26th June 2019

મોદી અને ટ્રમ્પ બન્ને સાહસિક :જરૂર પડ્યે જોખમ લેવાથી ડરતા નથી :યુએસ વિદેશમંત્રી માઈક પોમ્પિયો

એસ-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા સૌદા મામલે ભારતે સ્પષ્ટ કહ્યું અમે તે જ કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે.

 

નવી દિલ્હી :અમેરિકાના વિદેશમંત્રી માઈક પૉમ્પિયો "બે દિવસની ભારત મુલાકાતે આવેલાં છે પોમ્પિયોએવડાપ્રધાન મોદી અને વિદેશ મંત્રી એસ જયશંકર સાથે મુલાકાત કરી. હતી પોમ્પિયોએ જયશંકર સાથેની મુલાકાતમાં ભારતની રશિયા સાથે એસ-400 મિસાઈલ સિસ્ટમ ડીલ અને અન્ય રક્ષા સૌદા પર વાતચીત કરી.

  દરમિયાન ભારતે સ્પષ્ટ કહ્યું કે અમે તે કરીશું, જે રાષ્ટ્રના હિતમાં હશે. પોમ્પિયોએ કહ્યું કે આપણી પાસે મોદી અને ટ્રમ્પ બે એવા નેતા છે, જે જરૂર પડવા પર જોખમ લેવાથી ડરતાં નથી.

બંને વિદેશ મંત્રીઓએ વાતચીત બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

  દરમિયાન જયશંકરે પૂછ્યું કે શું અમેરિકાના કાટ્સા કાયદાની અસર ભારતના રશિયા સાથેના એસ-400 ડીલ પર પડશે. જયશંકરે કહ્યું- આપણાં અનેક દેશો સાથે સંબંધ છે. આપણી અનેક ભાગીદારી છે અને તેનો ઈતિહાસ છે. અમે તે કરીશું જે આપણાં દેશના હિતમાં હશે. તેનો એક ભાગ દરેક દેશની સ્ટ્રેટેજિક પાર્ટનરશીપ પર પણ છે, જે અંતર્ગત બીજા દેશોના હિતોને પણ સમજવા અને પ્રશંસા કરવી જરૂરી છે.

(12:13 am IST)
  • રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક મંડળીએ દૂધના ફેટ દીઠ રૂા.૨૦નો વધારો કર્યો હવેથી પ્રતિકિલો ફેટના રૂા.૭૦૦ પશુપાલકોને ચુકવાશે : ૮૩૦ મંડળીઓના ૬૫ હજાર પશુપાલકોને થશે લાભ access_time 6:28 pm IST

  • દિલ્હી સરકારને લપડાકઃ મેટ્રો ટ્રેનમાં મહિલાઓને વિનામુલ્યે મુસાફરીનો પ્રસ્તાવ કેન્દ્રએ રદ કર્યો : કેજરીવાલ સરકારને કેન્દ્રનો ફટકોઃ રાજ્ય સરકારના મેટ્રોમાં મહિલાઓને મફતમાં મુસાફરી કરવા દેવાના પ્રસ્તાવને કેન્દ્રએ નામંજુર કર્યોઃ પ્રસ્તાવમાં ખામી હોવાનો કેન્દ્રનો દાવો access_time 3:20 pm IST

  • રાજુલાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર છે access_time 5:45 pm IST