Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ડિસેમ્બરમા જ લોકસભાની ચુંટણી યોજાશે

૪૭ વર્ષ બાદ મુંબઇને બદલે નાગપુરમાં વિધાનસભાનુ સત્ર કેમ? મળે છે સંકેતો

નવી દિલ્હી તા. ૨૭ : કેન્દ્રની મોદી સરકાર નો પાંચ વર્ષનો કાર્યકાળ આવતા વર્ષ મે માં પુરો થાય છે. પણ ચર્ચા થઇ રહી છે કે સરકાર તે પહેલા જ ચુંટણી કરાવશે. રેડીફ . કોમ  પ્રમાણે એવી ચર્ચા છે કે મોદી સરકાર ડીસેમ્બર ૨૦૧૮માં ચુંટણી કરાવશે.  આ બાબતે એક સમાચાર આ ચર્ચને વધુ હવા  આપે  છે કે  મહારાષ્ટ્ર વિધાનસભાનું ચોમાસુ  સત્ર ૪૭ વર્ષ પછી નાગપુરમાં  થઇ રહ્યુ છે. સામાન્ય રીતે ચોમાસુ સત્ર મુંબઇમાં થાય છે. અને નાગપુરમાં શીયાળુ  સત્ર પરંતુ ૪૭ વર્ષ પછી આ પરંપરા બદલાઇ રહ્યા છે.

સુત્રો પ્રમાણે  મહારાષ્ટ્ર વિધાનસભા ચોમાસુ સત્રની શરૂઆત ૪ જુલાઇ થી થશે. જે ૨૦ જુલાઇ સુધી ચાલશે. આ પહેલા ૧૯૬૧, ૧૯૬૬ અને ૧૯૭૧માં નાગપુરમાં ચોમાસુ સત્ર થયેલ છે એવુ કહેવાય છે કે ૧૯૬૬ અને ૧૯૭૧માં જ્યારે નાગપુરમાં શીયાળુ સત્ર નહોતુ થયુ ત્યારે ચોમાસુ સત્ર પછી ચુંટણીઓ થઇ હતી. નાગપુર પેકેટ - ૧૯૫૩ પ્રમાણે નાગપુરને  રાજ્યની બીજી રાજધાનીનો દરજ્જો મળેલ છે. જ્યા વર્ષમાં એક વિધાનસભાનું સત્ર બોલાવવાનો નિયમ છે પણ તેમા એવી સ્પષ્ટતા નથી કે ત્યાં ચોમાસુ સત્ર બોલાવવુ કે શીયાળુ જણાવી દઇએ કે નાગપુરમાં જ આર.એસ.એસનું મુખ્ય મથક છે. આ ઉપરાંત તે  દલીતોનું કેન્દ્ર અને દીક્ષા ભુમી પણ અહી જ છે. તે મહારાષ્ટ્રના વિદર્ભ ક્ષેત્રમાં આવે છે.

ડીસેમ્બર ૨૦૧૮માં  ૪ રાજ્યોમાં ચુટણી થવાની છે.  જેમા઼ મધ્ય પ્રદેશ , છત્તીસગઢ, રાજસ્થાન અને મીઝોરમ છે. જો કે આ રાજ્યો માં ચુંટણીની હવા જામવા લાગી છે. પણ હાલના ઘટના ક્રમ પ્રમાણે એવુ લાગી રહ્યુ છે કે દેશમાં રાષ્ટ્રિય ચુંટણીનો માહોલ નથી બન્યો. ભાજપા  એ જ રીતે કટોકટીને રાષ્ટ્રિય મુદ્દો બનાવ્યો છે. અને ઉત્તર પ્રદેશાના  મુખ્ય મંત્રી યોગી આદીત્યનાથે રામ મંદિર નિર્માણ બારામા સકારાત્મક બયાન આપ્યુ છે. તેનાથી મતદારોનું ધ્રુવીકરણ ઝડપથી બનવાનુ શરૂ થયુ છે. ભાજપા ઉપરાંત કોંગ્રેસ સહિત બધા વિપક્ષો પણ ચુંટણી પ્રચાર મોડમાં  આવી ગયા છે.(૧૭.૩)

(11:34 am IST)