Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

નીતિ આયોગની બેઠકઃ નીતિશ-કેજરીવાલ-મમતા-KCR સહિત છ CMએ બહિષ્‍કાર કર્યો

અનેક મુખ્‍યમંત્રીઓએ હાજર ન રહેવા અંગે જુદા જુદા બહાના કાઢયા : જો કે સાચી હકીકત અલગ જ છે

નવી દિલ્‍હી, તા. ૨૭ : નીતિ આયોગ ગવર્નિંગ કાઉન્‍સિલની ૮મી બેઠક આજે શરુ થઇ છે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદી તેની અધ્‍યક્ષતા કરી રહ્યા છે તમામ રાજયો અને કેન્‍દ્રશાસિત પ્રદેશોના મુખ્‍ય પ્રધાનો અથવા લેફટનન્‍ટ ગવર્નરોને તેમાં હાજરી આપવા માટે બોલાવવામાં આવ્‍યા છે, પરંતુ છ રાજયોના મુખ્‍ય પ્રધાનોએ બેઠકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો છે. આ પક્ષોનું આ વલણ ત્‍યારે સામે આવ્‍યું જયારે ૨૧ વિપક્ષી દળોએ નવા સંસદ ભવનનાં ઉદ્‌ઘાટન સમારોહનો વિરોધ કર્યો.

મળતી માહિતી મુજબ પમિ બંગાળના સીએમ મમતા બેનર્જી, દિલ્‍હીના સીએમ અરવિંદ કેજરીવાલ, પંજાબના સીએમ ભગવંત માન, બિહારના સીએમ નીતિશ કુમાર, તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવ અને તમિલનાડુના સીએમ એમકે સ્‍ટાલિન આ બેઠકમાં ભાગ લેશે નહીં. પ્રગતિ મેદાન ખાતે યોજાનારી બેઠકની મુખ્‍ય થીમ છે વિકસિત ભારત @૨૦૪૭: ટીમ ઈન્‍ડિયાની ભૂમિકા. આ બેઠકમાં પ્‍લ્‍પ્‍ચ્‍, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર અને રોકાણ, મહિલા સશક્‍તિકરણ, સ્‍વાસ્‍થ્‍ય અને પોષણ, કૌશલ્‍ય વિકાસ અને ગતિ શક્‍તિ સહિતના મુખ્‍ય વિષયો પર ચર્ચા કરવામાં આવશે.

સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે તેમણે પીએમને પત્ર લખીને મીટિંગમાં ન આવવાની સૂચના આપી છે. સીએમએ કહ્યું કે વટહુકમ લાવીને સહકારી સંઘવાદની મજાક ઉડાવવામાં આવી રહી છે. આવી સ્‍થિતિમાં, નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવાનું કોઈ ઔચિત્‍ય બાકી નથી. આવી મીટીંગમાં ન જવું જોઈએ તેથી તેઓ મીટીંગનો બહિષ્‍કાર કરી રહ્યા છે. તેમણે ટ્‍વીટ કર્યું- જો દેશના વડાપ્રધાન સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવાનો ઇનકાર કરશે તો લોકો ન્‍યાય માટે ક્‍યાં જશે? વડાપ્રધાન, તમે દેશના પિતા સમાન છો. તમે બિન-ભાજપ સરકારોને કામ કરવા દો, તેમનું કામ બંધ ન કરો. લોકો તમારા વટહુકમથી ખૂબ નારાજ છે. આવતીકાલે નીતિ આયોગની બેઠકમાં હાજરી આપવી મારા માટે શક્‍ય નથી.

બિહારના સીએમ નીતિશ કુમાર નીતિ આયોગની બેઠકમાં ભાગ લેશે નહીં. તેમણે માહિતી આપી હતી કે તેઓ પૂર્વ નિર્ધારિત વ્‍યસ્‍તતાને કારણે મીટિંગમાં હાજર રહી શકશે નહીં. તેમના સ્‍થાને નાણામંત્રી વિજય કુમાર ચૌધરી બેઠકમાં હાજરી આપી શકે છે.

પંજાબના સીએમ ભગવંત માને પંજાબના મુદ્દાઓની નોંધ કરીને કેન્‍દ્ર સરકારને મોકલી છે. નોટમાં નારાજગી વ્‍યક્‍ત કરતા તેમણે લખ્‍યું કે કેન્‍દ્ર પંજાબના હિતોનું ધ્‍યાન નથી લઈ રહ્યું. ખેડૂતોને લગતા પ્રશ્નો પર ધ્‍યાન આપતા નથી. અમે બેઠકમાં હાજર રહી શકતા નથી.

બંગાળના નાણામંત્રી ચંદ્રીમા ભટ્ટાચાર્યએ કહ્યું, ‘અમે કેન્‍દ્રને વિનંતી કરી હતી કે મને અને મુખ્‍ય સચિવને મીટિંગમાં આવવાની પરવાનગી આપે કારણ કે મમતા બેનર્જી અન્‍ય કામમાં વ્‍યસ્‍ત છે. આ બેઠકમાં સીએમ સિવાય અન્‍ય કોઈને મંજૂરી ન આપવાનો આડકતરો રસ્‍તો છે, તેથી બેઠકમાં પમિ બંગાળનો કોઈ પ્રતિનિધિ નહીં હોય. તેમણે કહ્યું કે કેન્‍દ્રએ ઘણા પ્રોજેક્‍ટ્‍સના ફંડ રોકી દીધા છે. હું બેઠકમાં આ અંગે પ્રશ્નો પૂછતો હતો, એ જાણીને કે કેન્‍દ્રની ભાજપ સરકાર નથી ઈચ્‍છતી કે અમે દિલ્‍હી જઈએ.

તેલંગાણાના સીએમ કે. ચંદ્રશેખર રાવે ગયા વર્ષે નીતિ આયોગને નકામી સંસ્‍થા' ગણાવી હતી. તેમણે ૭મી ગવર્નિંગ કાઉન્‍સિલની બેઠકનો પણ બહિષ્‍કાર કર્યો હતો. સૂત્રોના જણાવ્‍યા અનુસાર તેઓ શનિવારે એટલે કે આજે બેઠકમાં ભાગ લેવા માટે દિલ્‍હી નહીં જાય. વાસ્‍તવમાં આજે અરવિંદ કેજરીવાલ અને અન્‍ય AAP નેતાઓ કેસીઆરને મળવા હૈદરાબાદ જશે. ગયા વર્ષે પણ તેમણે વડા પ્રધાન મોદીને પત્ર લખીને કહ્યું હતું કે ભારતને મજબૂત અને વિકસિત દેશ બનાવવાના સામૂહિક પ્રયાસમાં કેન્‍દ્ર રાજયોને સમાન ભાગીદાર તરીકે માનતું નથી.

પંજાબ કોંગ્રેસના અધ્‍યક્ષ અમરિંદર સિંહ રાજા વેડિંગે ભગવંત માનના નીતિ આયોગની બેઠકમાં ભાગ ન લેવાના નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે નીતિ આયોગ કોઈ ખાસ વ્‍યક્‍તિનો નથી. ભગવંત માનને નીતિ આયોગની બેઠકમાં જવું જોઈએ અને ત્‍યાં જઈને પંજાબનો અવાજ મજબૂત રીતે ઉઠાવવો જોઈએ.

(12:26 pm IST)