Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પંજાબના પૂર્વ મંત્રી વિજય સિંગલાને મોહાલી કોર્ટે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

ભ્રષ્ટાચારના આરોપના પગલે પંજાબના આરોગ્યમંત્રીને વિજય સિંગલાની પદ પરથી હકાલપટ્ટી

નવી દિલ્હી :  પંજાબના પૂર્વ મંત્રી અને આપ નેતા વિજય સિંગલાને મોહાલી કોર્ટ આજે 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે. નોંધનીય છે કે, ભ્રષ્ટાચારના આરોપના પગલે પંજાબના આરોગ્યમંત્રીને વિજય સિંગલાને પદ પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી

ભ્રષ્ટાચારના કેસમાં પૂર્વ મંત્રી વિજય સિંગલાના ઓએસડીની પમ ધકપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને 24મી મે મોહાલી કોર્ટમાં 3 દિવસની ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા જોકે, આજે ફી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેમાં વધુ 14 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે.

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને જ વિજય સિંગલાને પદ પરથી હટાવવાનો નિર્ણય લીધો હતો. વિજય સિંગલા પંજાબની માનસા વિધાનસભા સીટથી ધારાસભ્ય છે. સિંગલાએ તાજેતરમાં યોજાયેલી પંજાબ વિધાનસભા ચૂંટણીમાં પંજાબી ગાયક અને કોંગ્રેસના ઉમેદવાર શુભદીપ સિંહ સિદ્ધુને હરાવ્યા હતા

(9:35 pm IST)