Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પીએસયુ બેન્કે સરકારને ૭૮૬૭ કરોડનું રેકોર્ડ ડિવિડન્ડ ચુકવ્યું

સરકારને જરૃરના સમયે કંપનીનાં ડિવિન્ડડ મદદરૃપ : સરકારી બેન્કોની નોન-પરફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો થયો હોવાથી તે જંગી ડિવિડન્ડ ચુકવી શકી છે

નવી દિલ્હી, તા.૨૭ : સરકારને જ્યારે રૃપિયાની જરૃર પડે ત્યારે સરકારી કંપનીઓનું ડિવિડન્ડ તેને ખાસ મદદરૃપ બને છે. છેલ્લા એક વર્ષમાં સરકારી માલિકીની પીએસયુબેક્નોએ સરકારને રૃ. ૭૮૬૭ કરોડનું ડિવિડન્ડ (પીએસબી ડિવિડન્ડ) જાહેર કર્યું છે જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. તે દર્શાવે છે કે સરકારી બેન્કોની નફાકારકતા વધી છે અને કેપિટલ પોઝિશન વધુ મજબૂત બની છે. સરકારી બેક્નોની નોન-પરફોર્મિંગ એસેટ્સમાં ઘટાડો થયો હોવાથી તે જંગી ડિવિડન્ડ ચુકવી શકી છે.

સરકારી માલિકીની કુલ ૧૨ બેક્નો છે તેમાંથી નવ બેન્કોએ માર્ચમાં સમાપ્ત થયેલા નાણાકીય વર્ષમાં સરકારને ડિવિડન્ડ આપ્યું છે. તેમાં એસબીઆઈસૌથી આગળ છે જેણે સરકારને રૃ. ૩૬૧૬ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે. ત્યાર બાદ યુનિયન બેન્ક ઓફ ઇન્ડિયા એ ૧૦૮૪ કરોડનું ડિવિડન્ડ ચુકવ્યું છે.

ગયા નાણાકીય વર્ષમાં કેનેરા બેક્નદ્વારા ૭૪૨ કરોડ, બેન્ક ઓફ ઈન્ડિયાએ ૬૬૮ કરોડ, ઇન્ડિયન બેન્કે ૬૪૬ કરોડ, પંજાબ નેશનલ બેક્ને ૫૧૫ કરોડનું ડિવિડન્ડ સરકારને ચુકવ્યું હતું. અગાઉના નાણાકીય વર્ષની સાથે સરખામણી કરવામાં આવે તો ડિવિડન્ડની ચુકવણીમાં જંગી વધારો થયો છે. કારણ કે અગાઉના વર્ષમાં માત્ર એસબીઆઈ અને ઈન્ડિયન બેક્ને જ ડિવિડન્ડ આપ્યું હતું.

રેટિંગ એજન્સી ક્રિસિલના સિનિયર ડાયરેક્ટર ક્રિષ્નન સીતારામને જણાવ્યું કે ડિવિડન્ડના આંકડા દર્શાવે છે કે પબ્લિક સેક્ટરની બેન્કો માટે પરિસ્થિતિ ફરી સામાન્ય થઈ રહી છે. નાણાકીય વર્ષ ૨૦૧૬થી એનપીએ માટે મોટી જોગવાઈઓ કરવી પડતી હતી, ત્યાર પછી સ્થિતિમાં સુધારો થયો છે. તેમણે જણાવ્યું કે તમામ સરકારી બેક્નો માટે હવે કેપિટલ એડિક્વેસીનો દર ૧૦૦ બેસિસ પોઈન્ટ ઉંચો છે. ચાર વર્ષ અગાઉ માત્ર ૨૦ ટકા બેક્નો સારી સ્થિતિમાં હતી. છેલ્લા પાંચ વર્ષમાં આ બેસ્ટ કેપિટલ પોઝિશન છે. રેટિંગ એજન્સી ઈકરાના ગ્રૂપ હેડ કાર્તિક શ્રીનિવાસને જણાવ્યું કે પબ્લિક સેક્ટરની બેન્કો હવે બહુ સારું કેપિટલ કુશન ધરાવે છે અને તેમાં ટર્નઅરાઉન્ડ આવ્યું છે તેમ કહી શકાય. તેઓ ટૂંકા ગાળામાં નફાકારક રહેશે અને ડિવિડન્ડ ઓફર કરશે તેમ ધારી શકાય છે. ત્રણ બેક્નોએ સરકારને કોઈ ડિવિડન્ડની જાહેરાત નથી કરી. તેમાં યુકો બેન્ક, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા અને ઈન્ડિયન ઓવરસિઝ બેક્નનો સમાવેશ થાય છે. જોકે, આ ત્રણેય બેન્કા નફો કરી રહી છે પરંતુ તેમની અગાઉની સંચયિત ખોટ ઉંચી છે અથવા તેમની રિઝર્વ નેગેટિવ હોવાના કારણે રેગ્યુલેશન મુજબ તે ડિવિડન્ડ જાહેર કરી શકે નહીં.

(8:00 pm IST)