Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

1 કરોડ રૂપિયાની ખંડણી માટે 13 વર્ષના બાળકનું અપહરણ કરી હત્યા કરવાના આરોપીને દિલ્હી હાઇકોર્ટે જામીન આપ્યા : સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટના આદેશને રદ કર્યો : મહત્વના સાક્ષીઓની તપાસ કરવાની બાકી હોવાથી હાલની તકે જામીન આપવા યોગ્ય નથી

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટે મંગળવારે 2014માં દિલ્હીના એક જ્વેલરના 13 વર્ષના પુત્રનું અપહરણ કરીને હત્યા કરવાના આરોપીને જામીન આપવાના દિલ્હી હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો, જેની લાશ નવેમ્બર 2014માં પૂર્વ દિલ્હીમાં એક નાળામાં ફેંકી દેવામાં આવી હતી.

કોર્ટે અવલોકન કર્યું કે મામલો હજુ ચાલુ છે અને મહત્વના સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે. સર્વોચ્ચ અદાલતે પીડિતના માતા-પિતા, એડવોકેટ અશ્વિની કુમાર દુબે દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલને મંજૂરી આપી હતી, જેમણે આ વર્ષે 2 માર્ચે દિલ્હી હાઈકોર્ટના આદેશને પડકાર્યો હતો જેણે આરોપીને જામીન આપ્યા હતા.

ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડ અને બેલા એમ ત્રિવેદીની વેકેશન બેન્ચે જણાવ્યું હતું કે ફરિયાદી પક્ષનો કેસ એ છે કે તેનું એક કરોડની ખંડણી માટે અપહરણ કરવામાં આવ્યું હતું અને બાળકનું અપહરણ કર્યાના એક દિવસ પછી તેનો મૃતદેહ એક નાળામાંથી મળી આવ્યો હતો.

(ii) કેરટેકર અને મકાનમાલિક સહિતના મહત્વના સાક્ષીઓની તપાસ કરવાની બાકી છે. (iii) તપાસ અને ટ્રાયલ દરમિયાન જે સામગ્રી સામે આવી છે તે જામીન આપવાની વિરુદ્ધ છે. (iv) હાઈકોર્ટે ખોટા આધાર પર જામીન આપ્યા છે કે PW 3 ની જુબાની સિવાય, અન્ય પ્રતિવાદી સામે અન્ય કોઈ સાક્ષી ટાંકવામાં આવ્યા નથી તેવા કારણોસર નામદાર કોર્ટે જામીન રદ કર્યા હતા તેવું એલ.એલ.એચ.દ્વારા જાણવા મળે છે .

 

(7:01 pm IST)