Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

જૂન સુધી રિટર્ન ફાઈલ કરવામાં મોડુ થશે તો નહીં લાગે કોઈ ચાર્જ

સરકારે નાના વેપારીઓને આપી મોટી રાહત : જૂન સુ ધી બે મહિના માટેની લેટ ફી માફ કરી દીધી

નવી દિલ્હી, તા.૨૭ઃ સરકારે વેપારીઓને મોટી ગિફ્ટ આપી છે. કેન્દ્ર સરકારે કંપોઝિશન અંતર્ગત રજીસ્ટર્ડ નાના ટેકસપેયર્સ દ્વારા નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે માલ અને સેવા કર રિટર્ન ભરવામાં મોડુ થવા પર જૂન સુધી બે મહિના માટેની લેટ ફી માફ કરી દીધી છે. કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડે એક નોટિફિકેશનમાં કહ્યું છે કે, નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટે જીએસટીઆર -૪ દાખલ કરવામાં લેટ થનારાને ૧ મેથી ૩૦ જૂન, ૨૦૨૨ સુધી લેટ ફી નહીં લગાવામાં આવે. આપને જણાવી દઈએ કે, કંપોઝિશન સ્કીમ અંતર્ગત રજીસ્ટ્રેડ ટેકસપેયર્સ દ્વારા જીએસટીઆર-૪ દર વર્ષે ભરવામાં આવે છે.

ખ્પ્ય્ઞ્ એન્ડ એસોસિએટ્સના વરિષ્ઠ ભાગીદાર રજત મોહને કહ્યું કે, નાના વેપારીઓની સુવિધા માટે સરકારે ૨૦૨૧-૨૨ માટે ૩૦ જૂન ૨૦૨૨ સુધી ઞ્લ્વ્ય્ ભરવામાં લેટ થવા પર લેટ ફી માફ કરી દીધી છે, આ સારો નિર્ણય છે.

ઞ્લ્વ્ના નિયમ અનુસાર ઞ્લ્વ્ય્-૪  દાખલ કરવામાં મોડુ થવા પર દરરોજ ૫૦ રૃપિયાના હિસાબે લેટ ફી લાગે છે. જો કે, કરની રકમ શૂન્ય છે, ત્યાં વધુમાં વધુ ૫૦૦ રૃપિયા લેટ ફી તરીકે લગાવામાં આવે છે. અન્ય કેસમાં ૨૦૦૦ રૃપિયા સુધી લેટ ફી લગાવામાં આવશે.

ઞ્લ્વ્ કંપોઝિશન સ્કીમને કોઈ પણ વેપારી પસંદ કરી શકે છે. જેની ટર્નઓવર ૧.૫ કરોડથી ઓછુ છે. જ્યારે પૂર્વોત્તર રાજ્યોમાં વેપારીઓ માટે તે ૭૫ લાખ રૃપિયા છે. આ યોજના અંતર્ગત નિર્માતાઓ અને વેપારીઓને ૧ ટકા જીએસટી ચુકવવાનું હોય છે. જ્યારે રેસ્ટોરંટ માટે અહીં ૫ ટકા અને અન્ય સેવા માટે ૬ ટકા છે.

મ્ય્પ્ભ્ યોજના અંતર્ગત આવતા જીએસટી કરદાતાઓની રિટર્ન ફાઈલ કરવાની આજે ૨૭ મે ૨૦૨૨ના રોજ અંતિમ દિવસ છે. એિ-લ ૨૦૨૨ મહિનાના કર ભ્પ્વ્-૦૬ ફોર્મ/ ચલણ દ્વારા જમા કરાવી દે. ટેકસનું લેટ ચુકવણી કરવા પર વ્યાજ લાગે છે.

(3:49 pm IST)