Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

અમારી સરકાર યોજનાઓમાં ૧૦૦ ટકા પૂર્ણતા હાંસલ કરવા માટે કામ કરી રહી છે : નરેન્‍દ્રભાઈ

તામિલનાડુમાં રૂ. ૩૧ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદઘાટન-શિલાન્‍યાસ કરતા પીએમ

ચેન્નાઈ,તા.૨૭ : વડા પ્રધાન નરેન્‍દ્રભાઈએ તામિલનાડુમાં મુખ્‍ય પ્રધાન એમકે સ્‍ટાલિનની હાજરીમાં રૂ. ૩૧ હજાર કરોડથી વધુના વિકાસ કાર્યોનો શિલાન્‍યાસ કર્યો હતો. ચેન્નાઈના જવાહરલાલ નેહરુ સ્‍ટેડિયમ ખાતે બેંગ્‍લોર-ચેન્નઈ એક્‍સ-ેસ વે સહિત અન્‍ય વિકાસ કાર્યોનો શિલાન્‍યાસ કર્યો. આ પ્રોજેક્‍ટ્‍સમાં રેલ્‍વે, પેટ્રોલિયમ, આવાસ અને રસ્‍તા જેવા મુખ્‍ય માળખાકીય ક્ષેત્રોનો સમાવેશ થાય છે. આ કામો વાણિજ્‍ય અને કનેક્‍ટિવિટીને વેગ આપશે. ગયા વર્ષે AIADMKને હરાવીને DMKએ સત્તા સંભાળી ત્‍યારથી વડાપ્રધાન મોદીની આ -પ્રથમ સત્તાવાર મુલાકાત છે.

 વડા પ્રધાન મોદીએ રૂ. ૨,૯૬૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા પાંચ પ્રોજેક્‍ટનું ઉદ્દઘાટન કર્યું. મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી હેઠળ રૂ. ૧૧૬ કરોડના ખચે ‘‘લાઇટ હાઉસ પ્રોજેક્‍ટ-ચેન્નઈ''હેઠળ બાંધવામાં આવેલા ૧,૧૫૨ મકાનોનું ઉદ્દઘાટન પણ કર્યું. દક્ષિણ તમિલનાડુમાં ૭૫ કિમિ લાંબા મદુરાઈ -ટેની (રેલવે ગેજ કન્‍વર્ઝન  પ્રોજેક્‍ટ), રૂ. ૫૦૦ કરોડથી વધુના ખર્ચે બાંધવામાં આવ્‍યા છે, જે આ  પ્રદેશમાં કનેક્‍ટિવિટી વધારશે અને  પ્રવાસનને વેગ આપશે. આ ઉપરાંત, નેચરલ ગેસ પાઈપલાઈન  પ્રોજેક્‍ટ્‍સથી ગ્રાહકો અને ઉદ્યોગોને ઘણો ફાયદો થશે. આ  પ્રસંગે તમિલનાડુના રાજ્‍યપાલ આરએન રવિ, મુખ્‍ય  પ્રધાન એમકે સ્‍ટાલિન, કેન્‍દ્રીય  પ્રધાનો નીતિન ગડકરી અને અશ્વિની વૈષ્‍ણવ પણ હાજર હતા.

 વડા પ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીએ કહ્યું કે આ જગ્‍યા ખાસ છે અને અહીંના લોકો, અહીંની સંસ્‍કળતિ અને ભાષા અદભૂત છે. તાજેતરમાં જ, મેં મારા નિવાસસ્‍થાને ભારતીય બહેરા ઓલિમ્‍પિક ટુકડીનું આયોજન કર્યું હતું. તમે જાણતા જ હશો કે આ વખતે ટૂર્નામેન્‍ટમાં ભારતનું  પ્રદર્શન સર્વશ્રેષ્ઠ હતું પરંતુ અમે જીતેલા ૧૬ મેડલમાંથી ૬ મેડલ તમિલનાડુના યુવાનોએ જીત્‍યા છે. તેમણે કહ્યું કે અમે તમિલનાડુની વિકાસ યાત્રા, રૂ. ૩૧,૦૦૦ કરોડથી વધુના  પ્રોજેક્‍ટના ઉદ્દઘાટન અથવા શિલાન્‍યાસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ. જેમાં સડક નિર્માણ ક્ષેત્રે ફોકસ સ્‍પષ્ટપણે જોવા મળે છે.

 વડા પ્રધાન મોદીએ કહ્યું કે હું એ તમામ લોકોને અભિનંદન આપવા માંગુ છું જેમને પીએમ આવાસ યોજના હેઠળ ઐતિહાસિક ચેન્નાઈ લાઇટ હાઉસ  પ્રોજેક્‍ટ હેઠળ ઘર મળશે. આ અમારા માટે ખૂબ જ સંતોષકારક  પ્રોજેક્‍ટ રહ્યો છે. તેમણે કહ્યું કે અમારી સરકાર મોટી યોજનાઓમાં પૂર્ણતા હાંસલ કરવા માટે કામ કરી રહી છે. કોઈપણ ક્ષેત્ર લો - શૌચાલય, આવાસ, નાણાકીય સમાવેશ છે. અમે સંપૂર્ણતા તરફ કામ કરી રહ્યા છીએ.

 થોડા વર્ષો પહેલા રસ્‍તા, વીજળી અને પાણીના સંદર્ભમાં ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચરની વાત કરવામાં આવી હતી. આજે અમે ભારતના ગેસ પાઇપલાઇન નેટવર્કને વિસ્‍તારવા માટે કામ કરી રહ્યા છીએ. આઈ-વે પર કામ થઈ રહ્યું છે, દરેક ગામડા સુધી હાઈ સ્‍પીડ ઈન્‍ટરનેટ લઈ જવાનું અમારું વિઝન છે. મોદીએ કહ્યું કે મને ખાસ ખુશી છે કે પાંચ રેલવે સ્‍ટેશનનો પુનઃવિકાસ થઈ રહ્યો છે. આ આધુનિકીકરણ અને વિકાસ ભવિષ્‍યની જરૂરિયાતોને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવી રહ્યો છે. સાથે જ તે સ્‍થાનિક કલા અને સંસ્‍કળતિમાં પણ ભળી જશે. શ્રીલંકા મુશ્‍કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. મને ખાતરી છે કે તમે ત્‍યાંની વર્તમાન પરિસ્‍થિતિથી ચિંતિત છો. એક નજીકના મિત્ર અને પાડોશી તરીકે ભારત શ્રીલંકાને શકય તમામ મદદ કરી રહ્યું છે. 

(3:21 pm IST)