Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

હું ડ્રોનથી દેશભરમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરૂ છું, અને કોઈને ખબર પણ પડતી નથી : નરેન્‍દ્રભાઈ

બે દિવસીય ડ્રોન ફેસ્‍ટિવલ-૨૦૨૨નું ઉદ્દઘાટન કરતા વડાપપ્રધાન : અગાઉની સરકારો ટેકનોલોજીને સમસ્‍યાનો ભાગ માનતી : ૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોન હબ બનશેઃ પીએમ મોદી

 નવી દિલ્‍હી,તા.૨૭ : નરેન્‍દ્રભાઈએ આજે દિલ્‍હીના  પ્રગતિ મેદાન ખાતે બે દિવસીય ડ્રોન ફેસ્‍ટિવલ ૨૦૨૨નું ઉદ્દઘાટન કર્યું. આ દરમિયાન તેઓએ જણાવ્‍યું હતું ન ટેક્રોલોજીને લઈને ભારતમાં જે ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે તે આヘર્યજનક છે. PM મોદીએ કહ્યું કે, આજે જો મારે સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે કહેવું જરૂરી નથી કે મારે ત્‍યાં નિરીક્ષણ માટે જવું પડશે. હું ડ્રોનની મદદથી સમગ્ર દેશમાં વિકાસ કાર્યોનું ઓચિંતું નિરીક્ષણ કરૂ છું, અને કોઈને ખબર પણ પડતી નથી.

 બે દિવસીય ડ્રોન ફેસ્‍ટિવલ ૨૦૨૨ ઉદ્દઘાટન સમારોહમાં તેમણે કહ્યું હતું કે,  ૨૦૩૦ સુધીમાં ભારત ડ્રોન હબ બની જશે. તેમણે કહ્યું કે, આજે હું જે પણ સ્‍ટોલ પર ગયો હતો ત્‍યાં બધા ગર્વથી કહેતા હતા કે આ મેક ઇન ઇન્‍ડિયા છે.

 આ સાથે તેઓએ જણાવ્‍યું હતું કે, જ્‍યારે કેદારનાથના પુનઃનિર્માણનું કામ શરૂ થયું ત્‍યારે દર વખતે ત્‍યાં જવું મારા માટે શકય નહોતું. તેથી હું ડ્રોન દ્વારા કેદારનાથનું કામ નિહાળતો હતો. આજે જો સરકારી કામોની ગુણવત્તા જોવી હોય તો મારે કહેવું જરૂરી નથી કે મારે ત્‍યાં નિરીક્ષણ માટે જવું પડશે.

 પીએમ મોદીએ કહ્યું, આ ડ્રોન ટેકનોલોજી ઉર્જા ભારતમાં રોજગાર નિર્માણના ઉભરતા મોટા ક્ષેત્રની સંભાવના દર્શાવે છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ૮ વર્ષ પહેલાનો સમય હતો, જ્‍યારે અમે ભારતમાં સુશાસનના નવા મંત્રો અમલમાં મૂકવાનું શરૂ કર્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અગાઉની સરકારો ટેકનોલોજીને સમસ્‍યાનો ભાગ માનતી હતી. તેમને ગરીબ વિરોધી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો.જેના કારણે ૨૦૧૪ પહેલા શાસનમાં ટેકનોલોજીના ઉપયોગ અંગે ઉદાસીનતાનું વાતાવરણ હતું. સૌથી વધુ ગરીબોએ સહન કર્યું, વંચિતો અને મધ્‍યમ વર્ગ સૌથી વધુ સહન કર્યા. તેમણે કહ્યું કે, ટેકનોલોજી દ્વારા આપણે આગળ વધી શકીએ છીએ અને અંત્‍યોદયના લક્ષ્યને પ્રાપ્ત કરી શકીએ છીએ.

(3:19 pm IST)