Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કર્ણાટકના પેટ્રોલના ડીલરો ૩૧ મેએ હડતાળ પર ઉતરશે

એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી તેમને થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી વળતરની માંગણી કરી છે

બેંગલુરૃ તા. ૨૭: સમગ્ર કર્ણાટકના પેટ્રોલિયમ ડીલરોએ ૩૧ મેના રોજ 'નો-પરચેઝ' દિવસ મનાવવાનું નક્કી કર્યું છે અને એકસાઈઝ ડ્યુટીમાં ઘટાડાથી તેમને થયેલા નુકસાન માટે કેન્દ્ર સરકાર પાસેથી વળતરની માંગણી કરી છે. જોકે ડીલરોએ જણાવ્યું હતું કે ફયુઅલ આઉટલેટ્સ રાબેતા મુજબ કામ કરશે, પરંતુ 'નો સ્ટોક' બોર્ડ વધવાની સંભાવનાને નકારી શકાય નહીં.

અખિલા કર્ણાટક ફેડરેશન ઓફ પેટ્રોલિયમ ટ્રેડર્સના જણાવ્યા અનુસાર, ટેકસ રિવિઝન પહેલા મોટર ઇંધણ ખરીદનારા ઘણા ડીલરોને ભારે નુકસાન થયું છે. 'અમે અમારા રાષ્ટ્રવ્યાપી વિરોધના ભાગ રૃપે ૩૧ મેના રોજ તેલ કંપનીઓ પાસેથી સ્ટોક ખરીદીશું નહીં. જો કે, અમારા આઉટલેટ્સ તે દિવસે કામ કરવાનું ચાલુ રાખશે અને ગ્રાહકોને ઇંધણનું વેચાણ કરશે,' ફેડરેશનના વાઇસ પ્રેસિડેન્ટ એ થરાનાથે જણાવ્યું હતું.

'કેન્દ્રએ તાજેતરના ભૂતકાળમાં નોટિસ વિના બે વાર એકસાઇઝ ટેકસ ઘટાડ્યો. કિંમતનું રક્ષણ હોવું જોઈએ. અમે ૨૦૧૭ થી કેન્દ્રને ડીલર કમિશન વધારવા માટે કહી રહ્યા છીએ. તે જ સમયે, અમારા આઉટલેટ્સ જાળવવા માટેનો ખર્ચ વધ્યો છે. અમે કર્ણાટકના સીએમને વિનંતી કરી છે કે રાજયના કરમાં ઘટાડા વિશે અમને ઓછામાં ઓછા એક સપ્તાહ અગાઉ જાણ કરો. આનાથી અમને અમારો સ્ટોક ઘટાડવામાં અને ખોટ ઘટાડવામાં મદદ મળશે,' થરાનાથે કહ્યું. તેમણે કહ્યું કે ગ્રામીણ વિસ્તારોમાં દર મહિને ૬૦-૧૦૦ ધ્ન્ વેચતા ઈંધણના ડીલરો સૌથી વધુ અસરગ્રસ્ત છે.

(2:01 pm IST)