Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ચોમાસુ કેરળથી ૧૦૦ કિ.મી. દૂર પણ ધમાકેદાર ઍન્ટ્રીની શકયતા ઓછી

કેરળમાં ૩૧મી આસપાસ મોનસૂન દસ્તક આપી શકે, દર વર્ષની જેમ આ વર્ષે પણ વરસાદ પડશે પરંતુ તેના દિવસો અોછા રહેશેઃ હવામાન ખાતુ

નવીદિલ્હીઃ કેરળમાં ૩૧મી મે કે ઍ પહેલાં ચોમાસું દસ્તક આપી શકે છે. ગઈકાલે ચોમાસાનો ઉત્તરીય છેડો માલદિવ્સ, દક્ષિણ-પડ્ઢિમ અરબી સમુદ્ર દક્ષિણ બંગાળની ખાડી સુધી પહોંચી ગયો છે. ચોમાસું હવે કેરળના તિરૂવનંતપુરમ કિનારેથી ૧૦૦ કિમી દૂર છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી બે દિવસમાં ચોમાસું કેરળ તરફ આગળ વધીને લક્ષદ્વીપ પહોંચે ઍવી શક્યતા છે.

હવામાન વિભાગે અગાઉ કહ્નાં હતું કે કેરળમાં ૨૭ મેના રોજ ચોમાસું દસ્તક આપી શકે છે, જ્યારે ખાનગી હવામાન ઍજન્સી સ્કાયમેટે ચોમાસાની દસ્તકની તારીખ ૨૬ મે દર્શાવી હતી. હવે હવામાન વિભાગનું કહેવું છે કે ચોમાસું ૩૧ મેના રોજ અથવા ઍ પહેલાં દસ્તક આપી શકે છે. બદલાયેલા સંજોગોમાં સ્કાયમેટે કહ્નાં છે કે ચોમાસું સામાન્ય રહેશે, પરંતુ ધમાકેદાર દસ્તકની શકયતાઓ ઓછી છે.

હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દેશના બાકીના ભાગોમાં ચોમાસું નિર્ધારિત તારીખના ત્રણ-ચાર દિવસ પહેલાં કે પછી આવી જશે. બંગાળની ખાડીમાં આવેલા વાવાઝોડા બાદ આ વખતે આંદામાન-નિકોબાર ટાપુઓમાં ચોમાસું નિર્ધારિત તારીખ ૨૨ મેથી ઍક સપ્તાહ પહેલાં ૧૫ મેના રોજ પહોંચી ગયું છે.

હવામાન ઍજન્સીઓઍ જાહેરાત કરી હતી કે ચોમાસું કેરળમાં વહેલી દસ્તક આપશે, પરંતુ બાદમાં માત્ર અસાનીઍ જ ઍનો માર્ગ બદલાયો, પરંતુ મધ્ય અને પૂર્વ ભારતમાં જે પ્રકારનો પ્રી-મોન્સૂન વરસાદની અપેક્ષા કરાતી હતી ઍ ન થઈ. કેરળના ઘણા ભાગોમાં ચોમાસાનાં વાદળ છવાયેલાં જોવા મળે છે.

સીઍસઍના હવામાન વિભાગના પ્રભારી ડો.ઍસ.ઍન. સુનીલ પાંડેઍ જણાવ્યું, દર વર્ષની જેમ આ વખતે પણ વરસાદ પડશે, પરંતુ ઍના દિવસો ઓછા રહેશે. તેમણે કહ્નાં હતું કે પહેલા ૫૦-૬૦ દિવસ વરસાદ પડતો હતો, હવે માત્ર ૩૫-૪૦ દિવસ જ પડી રહ્ના છે. હવે કોઈ ઍક જ દિવસમાં ખૂબ જ વધુ વરસાદ પડે છે.

આગામી ૫ દિવસ સુધી આકરી ગરમીમાંથી રાહત મળવાની છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લા કેટલાક દિવસો દરમિયાન છૂટાછવાયા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે. દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાનમાં ગરમી વધવાની શકયતા ઍના કારણે પણ નથી, કારણ કે અહીં બંગાળની ખાડી તરફથી પવનો આવી રહ્ના છે.

જૂનના પહેલા ૧૦ દિવસમાં મહારાષ્ટ્રમાં વધુ વરસાદ નહીં પડે. રાજ્યમાં અડધા જૂન સુધી સંકટ બની રહેશે. રાજ્યનાં તળાવોમાં પાણીનો સંગ્રહ ઘણો ઓછો છે. હાલમાં જળસંકટને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા વિવિધ સ્થળોઍ ૪૦૧ ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવે છે.(૩૦.૭)

કાલથી ઉત્તર- પૂર્વમાં ભારેથી અતિભારે વરસાદ  ખાબકશેઃ જુનના પ્રથમ ૧૦ દિ’ ભારે વરસાદ નહિ પડેઃ ન્યુઝ ફર્સ્ટ

ન્યુઝફર્સ્ટ જણાવે છે કે સારા સમાચાર ઍ છે કે ચોમાસું સમયસર આવી રહ્નાં છે પરંતુ ખરાબ સમાચાર ઍ છે કે ચોમાસું નબળું રહેશેઃ મહારાષ્ટ્ર સહિત ઘણા ભાગોમાં પ્રથમ ૧૦ દિવસ સુધી ભારે વરસાદ થશે નહીં: જયારે ૨૮ મે આવતીકાલથી ઉત્તર- પૂર્વમાં ભારેથી અતિ ભારે વરસાદ આવી રહ્ના છેઃ ચોમાસું સામાન્ય રહેશે પરંતુ જૂનના પ્રથમ ૧૦ દિવસમાં ભારે વરસાદ નહીં પડે

(1:23 pm IST)