Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

ઓમ પ્રકાશ ચૌટાલાને ૪ વર્ષની સજાઃ ૫૦ લાખનો દંડ

અપ્રમાણસર સંપત્તિ કેસ

નવી દિલ્‍હી, તા.૨૭: હરિયાણાના પૂર્વ મુખ્‍યમંત્રી ઓમ -કાશ ચૌટાલાને અપ્રમાણસર સંપત્તિ મેળવવા બદલ ચાર વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. આ સાથે કોર્ટે ચૌટાલા પર ૫૦ લાખનો દંડ પણ ફટકાર્યો છે. કોર્ટે ચૌટાલાની ચાર મિલકતો જપ્ત કરવાનો પણ નિર્દેશ આપ્‍યો છે.
સ્‍પેશિયલ જજ વિકાસ ધુલે ૧૯૯૩ થી ૨૦૦૬ દરમિયાન અપ્રમાણસર સંપત્તિ એકત્ર કરવા બદલ દોષી ઠેરવવામાં આવેલા ઓમ પ્રકાશ ચૌટાલા અને ઘ્‍ગ્‍ત્‍ના વકીલ દ્વારા ગુરુવારે સજા પર દલીલો સાંભળ્‍યા પછી શુક્રવાર સુધી ચુકાદો અનામત રાખ્‍યો હતો. આ દરમિયાન ચૌટાલાએ કોર્ટને વળદ્ધાવસ્‍થા અને તબીબી આધાર પર ઓછામાં ઓછી સજા આપવા વિનંતી કરી હતી.

 

(3:22 pm IST)