Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

કાજુ આકારનાં ઈંડાં આપનારી મરઘી આકર્ષણનું કેન્‍દ્ર બની

બેંગ્‍લોર, તા.૨૭: કુદરત ખરેખર અદભૂત છે. ક્‍યારેક આપણને એવી વસ્‍તુઓ જોવા મળે છે કે જેની પાછળ કોઈ વૈજ્ઞાનિક કારણ હોતું નથી. જેમ કે કાજુ આકારનાં ઈંડાં. કર્ણાટકના દ ક્ષિણ કન્નડ જિલ્લાના બેલથાગડી તાલુકાના લઇલા ગામમાં પ્રશાંત નામના એક માણસે તેની મરઘીને કાજુ ખવડાવ્‍યાં નથી પરંતુ એણે બિલકુલ કાજુ આકારનાં જ ઈંડાં આપ્‍યાં છે. પ્રશાંતે સૌથી પહેલાં ઈંડાં જોયાં તો તેને આશ્‍ચર્ય થયું હતું. આ મરઘીએ તાજેતરમાં જ ઈંડાં આપવાનું શરૂ કર્યું હતું અને એણે અત્‍યાર સુધીમાં દસ ઈંડાં આપ્‍યાં છે એ તમામના આકાર કાજુ જેવાં છે. હવે આ મરઘી આ ગામમાં આકર્ષણનું કેન્‍દ્ર બની છે.

(10:32 am IST)